પોલીસે ૫૦૦૦ નો દંડ વસુલ્યો તો ખરો, પણ વાહન ચાલકે કર્યું એવું કામ કે પાછા આપવા પડ્યા પુરા રૂપિયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અમલીય બન્યા ના પહેલા દિવસે જ સોશિયલ મીડિયામાં સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલો 5000 રૂપિયાનો મેમો વાઈરલ થયો છે.ફિટનેસ સર્ટીફિકેટ મુદ્દે ટ્રાફિક પોલીસ આ મેમો આપ્યો હતો,પણ પોલીસે ભૂલથી આપેલો આ મેમોને સુરત પોલીસે રદ્દ કરી ટેમ્પો ચાલકને રૂપિયા પરત કર્યા છે. જો કે પ્રથમ દિવસે કેટલીક જગ્યાએ પોલીસ અને ચાલકો વચ્ચે તો તુ તુ મે મે પણ થઈ હતી, પણ સુરત પોલીસે આ બાબતે ખૂબ જ ધીરજ રાખવી હતી અને ક્યાંય પણ કોઈ પણ ચાલક સાથે જરા પણ ઘર્ષણ થયું ન હતું. લોકોને નિયમોનું પાલન કરવા માટે સુરત પોલીસે પ્રેમપૂર્વક સમજાવ્યા હતા.
ટ્રાફિક અંગે ના દંડ માટે નવા નિયમો લાગુ થયા બાદ કાલે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ સુરત પોલીસે સહારા દરવાજા પાસે એક આઈસર ટેમ્પો ચાલકને અટકાવ્યો હતો. તેની પાસે જરૂરી દસ્તાવોની ચકાસણી કરવામાં આવી. આ દરમિયાન તેની પાસે ફિટનેસ સર્ટીફિકેટ ન હોવાથી પોલીસે 5000 રૂપિયાનો મેમો ફટકારી દંડ વસૂલ્યો હતો.
આ મેમો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ ઉચ્ચઅધિકારીઓનું ધ્યાન જતા તેમને ટ્રાફિક પોલીસની ભૂલ સુધારતા ટેમ્પો ચાલકને દંડ પરત કરવા માટે બોલાવ્યો હતો.સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ પોલીસે ટેમ્પો ચાલકને બોલાવ્યો તો પહેલા તો તે આવવા તૈયાર નહોતો. જોકે તેને જાણ સમજાવતા તે પોલીસ કમિશનર કચેરી આવ્યો અને દંડના પૈસા પરત કરવામાં આવ્યા. ટેમ્પોનું ફિટનેસ સર્ટી ન હોવાથી પોલીસે આરટીઓ મેમો અથવા કોર્ટ મેમો આપવાનું નક્કી કર્યું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )