રાજપીપળા ના ડોક્ટર દંપતી એ લગ્નની વર્ષગાંઠ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે ઉજવી

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળાના જાણીતા ડોક્ટર દંપતી એ પોતાની લગ્ન તિથિ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ને ફ્રુટ જ્યુસ,ફ્રુટ અને બિસ્કિટ આપી અનોખી રીતે ઉજવી હતી.

રાજપીપળા ના જાણીતા ગાયનેક ડોક્ટર અને વડોદરા શહેરના પ્રભારી તથા પ્રદેશ બીજેપી ના કારોબારી સદસ્યા ડો.દર્શનાબેન દેશમુખ અને સિવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડો.રાજકુમાર ભગત ની આજે લગ્ન એનિવર્સરી હોય આ દંપતી એ રાજપીપળા સિવિલમાં દાખલ દર્દીઓ ને ફ્રુટ જ્યુસ,ફ્રુટ અને બિસ્કિટ આપી ઉજવી હતી.

આ દંપતી ના જણાવ્યા મુજબ હાલના કોરોના ના કપરા સમયમાં ઘણાં લોકોના રોજગાર અટવાઈ પડ્યા છે લોકો આર્થીક સંકડામણ માં જોવા મળી રહ્યા છે સાથે સાથે કેટલાક લોકો એ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે ત્યારે આવા સમયમાં અમે લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરી ફૂલ નહિ તો ફૂલની પાંખડી ની જેમ દર્દીઓને ફ્રુટ જ્યુસ,ફ્રુટ અને બિસ્કિટ સાથે હૂંફ આપવા એક નાનકડો પ્રયાસ કર્યો છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )