રાજપીપળા ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધ ની જાહેરાત બાદ મંગળવરે સજ્જડ બંધ રહ્યું

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા :રાજપીપળા શહેરમાં સતત વધતા કોરોના ના કેસોને ધ્યાને લઇ અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે એક મિટિંગ બાદ રાજપીપળા શાક માર્કેટ અને તમામ દુકાનો ત્રણ દિવસ સ્વૈચ્છીક સ્વયંભૂ બંધ રાખવા વેપારીઓ એ ખાતરી આપ્યા બાદ આજે મેડિકલ સ્ટોર,દૂધ ડેરી,પેટ્રોલ પમ્પ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળી હતી સાથે સાથે શાક માર્કેટ પણ એકદમ બંધ રહેતા શહેરમાં ફક્ત વાહનો અને રાહદારીઓ ફરતા નજરે પડ્યા હતા. આવી વિકટ સ્થિતિ માંથી બચવા સૌ ભેગા મળી આ રીતે સહિયારો પ્રયાસ કરશે તો આવનારા દિવસો માં કોરોના જરૂર ધીમો પડશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )