રાજપીપળામાં ગણેશ વિસર્જન બાદ કરજણ નદીમાં ખંડિત થયેલી કિનારે ડોકીયા કરતી ગણેશ મૂર્તિઓ ની દુર્દશા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

10-10 દિવસના આતિથ્ય અને શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પૂજન બાદ નદીકિનારે દાદાની મૂર્તિઓના હાલ હવાલા જોઈને શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી ઓ ડગમગી.

10-10 ફૂટની ઊંચી પ્રતિમાઓ નદીમાં ડૂબી ન શકી.

પીઓપીની મૂર્તિઓ હોવાથી નદીના પાણીમાં ઓગળી ન શકી !

ઇકો-ફ્રેન્ડલી ને બદલે પીઓપી મૂર્તિઓ અને પાંચ ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ લાગવવામાં ઉણા ઉતરેલ વહીવટી તંત્રની બેદરકારી છતી થઇ,

ગણેશ વિસર્જન જોવા આવેલ ભક્તો હાથ, ડોકું, પગ જેવા ખંડિત થયેલા અંગો જોઈને વ્યથિત
ગણેશ સંસ્કૃતિનો થતો હાર્સ જોઈને સૌ વ્યથિત.

સૌના વિઘ્નહર્તા વિનાયક ગણપતિ બાપા પણ પોતાની ખંડિત અવસ્થા જોઈને વ્યથીત !

નર્મદા ના વડામથક રાજપીપળા માં આખી રાત કરજણ નદી કિનારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલુ રહ્યા બાદ સવારે કરજણ નદીને કિનારે કરજણ નદીમાં ખંડિત થયેલી અને કિનારે ડોકિયા કરતી ગણેશ મૂર્તિઓ ની દુર્દશા જોઇને સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. 10-10 દિવસના આતિથ્ય અને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દાદાનું પૂજન કર્યા ભારે હૈયે વાજતે ગાજતે ભવ્ય વિસર્જન યાત્રા ઘડી કરજણ નદીમાં વિસર્જન કરાયું હતું, પણ નદીમાં પાણી ઓછું હોવાને કારણે અને મૂર્તિઓ મોટી હોવાને કારણે તેમજ ક્રેનની વ્યવસ્થા ન હોવાને કારણે કેટલીક 8 થી 10 ફૂટ અને મૂર્તિઓનું કિનારે ડૂબી ગઈ હતી. નગરપાલિકા પાસે ડ્રમ તરાપા થી વિસર્જન કરાતું હોવાથી કરજણ કિનારે માટીનું ભારે ધોવાન ની વરસાદમાં થયું હોવાથી જાણ ના જોખમે મોટી મૂર્તિઓને તરાપા પર ચડાવીને વિસર્જન કરાયું હોવાથી મોટી મૂર્તિઓ નો પાની ઓછું હોવાથી ડૂબી શકી ન હતી અને કિનારે જ ફસડાઈ પડતાં દાદાના મોટાભાગના અંગો ડૂબી જ શકાય પાણીની બહારડોકિયાં કરતા હતા, કોઈ નો હાથ તૂટી ગયો હોતો, તો કોઇના પગ, તો કોઇની સૂંઠ, તો કોઈનું મુકુટ ઉતરીને પાણીમાં તરતું હતું, કોઈ નુ ડોકું કપાઇને પાણીમાં કિનારે ખંડિત નજરે ચડતું હતું. વિસર્જન બાદ નદી કિનારે દાદાની મૂર્તિઓ હાલ હવાલા જોઈને શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ ઝગમગી ઊઠી હતી.
આઠ 10 ફૂટની ઊંચી પ્રતિમા ઓ નદીમાં ડૂબી શકી નહોતી અને પાણીની બહાર જ ક્યા કરતી હતી. મોટાભાગની મૂર્તિઓ પીઓપીની મૂર્તિઓ હોવાથી નદીના પાણીમાં ઓગળી શકી હતી. પર્યાવરણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ઇકોફ્રેન્ડલી ને બદલે પીઓપી મૂર્તિઓ અને પાંચ ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ લાગવામાં ઉણા ઉતરેલ વહીવટી તંત્રની બેદરકારી પણ અહીં છતી થઇ હતી.
સવારે મોર્નિંગ માં આવેલો લોકો ગણેશવિસર્જન જોવા આવેલ ભક્તો હદ ડોકું પગ જેવા ખંડિત થયેલા અંગો જોઈને વ્યથિત થઈ ઉઠ્યા હતા. આપણી ગણેશ સંસ્કૃતિનો થતો હાર્સ થતો જોઈને સૌ કોઈ વ્યતીત થયા હતા !આપણા સૌના વિઘ્નહર્તા વિનાયક ગણપતિબાપા પણ પોતાની ખંડિત અવસ્થા જોઈને વ્યતિત થયા હશે.
શરમજનક વાત તો એ જોવા મળે કે એક તરફ નદીમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું હતું. ત્યારે રાત્રે અને સવારે ગણેશ મૂર્તિ ને ટેકા માટે લોખંડના એંગ્લો વસ્ત્રો ઘરે ના ચડાવેલા પૈસા કાઢી લઈને દાદાને લૂંટવામાં કઈ બાકી રાખ્યું નથી. દાદા આ બધું નરી આંખે જોઈ રહ્યા હતા. પર્યાવરણની સમસ્યાને વિસરી 10-10 ફૂટની ઊંચી ઊંચી પ્રતિમાઓ અને પીઓપી પર પ્રતિબંધ હોવા છતાં માટીની મૂર્તિઓ લાવવામાં આયોજકો ને શરમ આવતી હશે પણ આવે પીઓપીની મૂર્તિઓ લાવી અને મુરઘી ઊંચી મૂર્તિઓ લાવી નદીમાં ખંડિત જોઈ દેવામાં શરમ નહીં આવતી હોય આવા પ્રશ્ન પણ આજે લોકોમાં ચર્ચાયા હતા. પુડ઼ચ્યા વર્ષી લવકર યા ના રહેનારા આયોજકો માટે સાથી ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )