‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા જવું છે તો ઓનલાઇન ટિકિટ બુક કરાવો, કેટલી છે ફી? જુઓ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગાંધીનગર: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નાગરિકો માટે ૧લી નવેમ્બરથી ખુલ્લું મૂકાશે :રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વેબસાઇટ અને મોબાઇલ એપ વિકસાવાઇ છે. www.soutickets.in પર જઇને ઓનલાઇન ટિકિટ માટે ૨૭મી ઓકટોબર-૨૦૧૮થી બુકિગ કરાવી શકાશે. કેવડિયા ખાતેથી પણ ટિકિટ મેળવી શકશે. આ પ્રોજેક્ટને નિહાળવા માટે સરકારે ફીનું ધોરણ 500 રૂપિયા રાખ્યું છે. જેમાં આ પ્રોજેક્ટને પ્રતિ વ્યક્તિ જોઈ શકશે. અહીં સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરનાર છે. જે આમ નાગરિકો માટે ૧લી નવેમ્બર-૨૦૧૮થી ખુલ્લું મૂકવામાં આવશે એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ www.soutickets.in પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકશે. આ બુકીંગ તા.૨૭ ઓકટોબરથી શરૂ કરવામાં આવ્યું છે. મોબાઈલ એપ્લીકેશન ટૂંક સમયમાં કાર્યરત કરાશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડીયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસેથી અને શ્રેષ્ઠ ભારત ભવનથી પણ ટિકિટ મેળવી શકશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )