રાજપીપળામાં ગણેશ વિસર્જન કરનાર કર્મચારીઓ માટે અનોખી સેવા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિસર્જન માટે સેવા આપનાર નગરપાલિકાના તરવૈયાઓની ટુકડી અને ખડેપગે સેવા આપતા હોમગાર્ડ, પોલીસ કર્મીઓ માટે સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા.

રાજપીપળા, તા. 11
રાજપીપળામાં આજે ગણેશ વિસર્જન ટાણે વિસર્જન માટે સેવા આપનાર નગરપાલિકાના ટુકડી કરજણ નદીમાં ગણેશ મૂર્તિ વિસર્જન કરતાં ફરજ પરના ફાયરબ્રિગેડના જવાનો તથા રોડલાઇનના કર્મચારીઓ અને ખડેપગે સેવા આપતા હોમગાર્ડ પોલીસ કર્મીઓ માટે સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના માટે શ્રી રંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિમેશ પંડયા તથા સેવાભાવી સંસ્થા હેલ્થગ્રુપના વિજય રામી અને સેવાભાવીઓ દ્વારા નવદુર્ગા હાઇસ્કુલ ખાતે 7: 30થી વિસર્જન પૂર્ણ થયા સુધી ખીચડી તેમજ છાસ ભોજનની વ્યવસ્થા કરવા વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમાં હોમગાર્ડ, પોલીસમાં 500 જવાનો, નગરપાલિકાના 50 કર્મચારીઓ તથા 1000 સહિત 1500થી વધુ લોકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )