રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટૂકડીનું નર્મદા જિલ્લામાં આગમન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ સામે રક્ષણ, સહભાગીતા વગેરે જેવા અધિકારોના હનન સામેની મહત્તમ ફરિયાદો રજૂ કરવા આયોગનો અનુરોધ

બાળકોના વિકાસ ક્ષેત્રે નર્મદા જિલ્લામાં કામગીરી કરી
રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે આયોગની ટૂકડીએ યોજેલી બેઠક રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગના કન્સલ્ટન્ટ (લીગલ) અભિષેક ત્યાગી, કન્સલ્ટન્ટ (પોસ્કો) શક્તિસીંઘ, JTE (શિક્ષણ) સુશ્રી શ્વેતા સેહગલ અને કન્સલ્ટન્ટ (સાયકોલોજી) સુશ્રી પુજા જસવાણી સહિતની અભ્યાસ ટૂકડી નર્મદા આગમન થતાં નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તરફથી આ ટૂકડીને આવકાર્યા હતા, રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા આયોજન અધિકારી પી.એમ. મકવાણા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર સહિત જિલ્લામાં બાળકોના કલ્યાણ સંદર્ભે કામ કરતી વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ-હોદ્દેદારો સાથે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગના ઉક્ત સભ્યઓની ટૂકડીએ યોજેલી બેઠકમાં બાળકોના વિકાસ માટે કામ કરતી જે તે સંસ્થાઓ દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિઓની આયોગની ટૂકડીએ જાણકારી મેળવી હતી. અને જિલ્લામાં બાળકોના અધિકારોનું હનન થતું હોય તેવી જુદી જુદી બાબતો અંગે રાજપીપલામાં યોજાનારા બાળ અધિકારો–ફરિયાદો નિવારણ કેમ્પમાં મહત્તમ ફરિયાદ અને પ્રશ્નોની રજૂઆત થાય તેવા પ્રયાસો માટે કટિબધ્ધ થવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. રાઠોડે જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગના આગમન અગાઉ આયોગના પ્રવાસ અને આયોગ દ્વારા હાથ ધરાનારી કામગીરી સંદર્ભે જિલ્લાભરમાં શક્ય તેટલા તમામ સ્ત્રોતો મારફત છેવાડાના માનવી સુધી મહત્તમ લોકોને સંદેશો પહોંચાડવા જનજાગૃત્તિ માટેની કરાયેલી વિશેષ કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપી હતી.
નર્મદા જિલ્લામાં પણ શિક્ષણ, આરોગ્ય, પોષણ ફાઇનાન્સીયલ ઇન્કલુઝન, કૃષિ, પશુપાલન, સિંચાઇ સહિત માળખાગત સુવિધાઓ વગેરે ક્ષેત્રોમાં નીતિ આયોગના યોગ્ય પેરામીટર મુજબ નર્મદા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી આગળ ધપી રહી છે, ત્યારે બાળકોના અધિકારો માટેની બંધારણીય જોગવાઇઓ, વિવિધ કાયદાઓ અને નિયમોમાં મળતા અધિકારોને સુનિશ્વિત કરી બાળકોને મળતા અધિકારોનું હનન થતું અટકાવવાના ધ્યેય સાથે જિલ્લાના પ્રવાસે પધારેલી આયોગની અભ્યાસ ટૂકડી સમક્ષ જિલ્લાની સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓને બાળકોને લગતા મહત્તમ પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી તેના સુખદ નિકાલ દ્વારા આવતીકાલના ભાવિ નાગરિકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના રાષ્ટ્રિય બાળ સંરક્ષણ આયોગના પ્રયાસોમાં સહાયભૂત થવા આયોગના લીગલ કન્સલ્ટન્ટ અભિષેક ત્યાગીએ અનુરોધ કર્યો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )