દુંદાળા દેવ શ્રી ગણપતિ દાદા ને આજે આનંદ ચૌદશના રોજ દસ દિવસ પૂર્ણ થતા વિદાય લેતા ગણપતિ દાદા ને ભાવસભર વિદાય આપવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
ભાદરવા સુદ ૪ થી આનંદ ચૌદસ સુધીના ૧૦ દિવસ સુધી નું ભક્તજનોનું ભાવભર્યું અાતિથ્ય માણવા બોડેલી, અલીપુરા અને ઢોકલીયા નગર સહિત સમગ્ર તાલુકામાં પધારેલા રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવ શ્રી ગણપતિ દાદા ને આજે આનંદ ચૌદશના રોજ દસ દિવસ પૂર્ણ થતા વિદાય લેતા ગણપતિ દાદા ને ભાવસભર વિદાય આપવા બોડેલી , અલીપુરા, ઢોકલીયા, જૂનીબોડેલી અને અલી ખેરવા સહિતના અનેક વિસ્તારના ગામડાઓમાં સવારે ગણપતિ દાદાની પૂજા અર્ચના આરતી કર્યા પછી તુરતજ દાદા ને વિદાય આપવા વિવિધ યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યુવક મંડળ દ્વારા શ્રીજીને વિદાય આપવા વિસર્જન યાત્રા માં જોડાવા ડીજે સિસ્ટમ ,ઢોલ નગારા સાથે ટેક્ટર ,ટેમ્પો , ટ્રકમાં શ્રીજીની પ્રતિમાને નજીકમાં આવેલા ઝાંખરપુરા ગામ સુધી લઈ જવાની તૈયારીઓ કરી દીધી હતી .
દસ દસ દિવસ સુધી ભક્તજનો નુ ભાવભયુઁ આતિથ્ય માણવા પધારેલા શ્રી ગણેશજીની વિવિધ સ્વરૂપો વાળી પ્રતિમાઓની સ્થાપના ઠેરઠેર બોડેલી, અલીપુરા, ઢોકલીયા, જૂની બોડેલી, અલીખેરવા અને મંજીપુરા સહિતના લગભગ આસપાસના દરેક ગામડાઓમાં ભાવિક ભક્તોએ ખૂબ જ ધાર્મિકતા પૂર્વક, હર્ષોલ્લાસ સાથે કરી હતી અને દસ દસ દિવસ સુધી સવાર-સાંજ ગણેશજી ની સેવા – પૂજા, અર્ચના કરી દાદા ના ગુણગાન ગાઇ શ્રીજી માં ઓત પ્રોત થઈ ગયેલા શ્રીજી ભક્તો આજે ગણપતિ દાદાના વિદાયનો સમય આવી જતાં આજે સવારથી જ ભક્તજનોના હૈયા ભારે થઈ ગયા હતા અને દરેકના ચહેરા થોડા ગમગીન બન્યા હતા.
બપોરના બે વાગ્યાથી એક પછી એક શ્રીજીની મૂર્તિ ઓ ભક્તજનો સાથે નગરના મુખ્ય માર્ગ પર આવવાની શરૂઆત થઈ હતી અને ત્રણ વાગ્યા સુધી માં તો અલીપુરા ચાર રસ્તા થી બોડેલી નગરના સંપૂર્ણ મુખ્ય માર્ગ ગણેશજીની પ્રતિમાઓની સાથે ભક્તજનોનાં ટોળાઓ થી ઉભરાઇ ગયા હતા . ત્યારે ગણપતિ બાપા મોરિયા….એક દો તીન ચાર….ગણપતિ નો જયજય કાર…. ના જય નાદો સાથે બાપા ના ભક્તજનો ફિલ્મી ગીતો પર નાચતા કુદતા ગરબા ની રમઝટ બોલાવતા અને સાથે અબીલ ગુલાબ ની છોડો ઉડાડતી વિસર્જનયાત્રા ધીરે ધીરે આગળ વધી ખત્રી ટીન કોર્નર થી હરીફાઈ માર્કેટ થી અલીપુરા ચાર રસ્તા થઈ ડભોઇ રોડ પર આગળ વધી નર્મદા કેનાલ થઈ નજીકના ઝાંખરપુરા ગામ તરફ આગળ વધતી હતી તે વખતે સમગ્ર માર્ગ પર માત્ર ને માત્ર શ્રીજીની સવારીઓ સાથે ગણેશ ભક્તો નું જાણે મહેરામણ ઉમટ્યુ હોય માર્ગો લોકો થી ઉભરાયેલા જોવા મળતા હતા ત્યારે તાજેતરમાં બોડેલી નગર ની સોમનાથ સોસાયટી માં રહેતા યુવક અનિરુદ્ધસિંહ રણજીતસિંહ રાજપુત નું અકસ્માતમાં અકાળે મોત થતાં તેની ઈચ્છાનુસાર તેના પરિવારજનોએ તેના લીવર કિડની અને સ્વાદુપિંડ જેવા અંગોનું અંગદાન કરતા જરૂરિયાત મંદ વ્યક્તિઓને જીવતદાન આપી મૃત્યુ બાદ પણ જીવી જનાર અનિરુદ્ધસિંહ રાજપૂતને સોમનાથ સોસાયટી ગણેશ મંડળ દ્વારા ગણેશ વિસર્જન વેળા એ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું . ઝાંખરપુરા ગામના તળાવમાં એક પછી એક શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.
શ્રીજી વિસર્જન ને નિર્વિઘ્ને પાર પાડવા છોટાઉદેપુર જિલ્લાના એસસીએસટી સેલના ડીવાયએસપી એ.એસ.પટણી ની સીધી દેખરેખ હેઠળ બોડેલી પોલીસ દ્વારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ભીલ અને બોડેલી પીએસઆઇ સી ડી પટેલ તેમજ સેકન્ડ પીએસઆઇ ઋતુ ચોટાલીયા એ પોલીસ કર્મીઓ ,એસ.આર.પી ના જવાનો અને હોમગાર્ડ જવાનોની મદદથી લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો . આજે શ્રીજી વિસર્જનનો દિવસ હોય યુવક મંડળો સહિતના નગરના આબાલ- વૃદ્ધો, યુવક – યુવતિઓ બાપા ભાવભીની વિદાય આપવા થનગની રહ્યા હતા ત્યારે ગણપતિ દાદાની વિસર્જન યાત્રા શરૂ થવાના સમયે મેઘરાજાએ એન્ટ્રી લઇ વરસવાનું શરૂ કરી દેતા વિસર્જન માટે આનંદ થોડો મોડો થયો હતો છતાં શ્રીજી વિસર્જન યાત્રામાં પ્રતિવર્ષની જેમ હજારોની સંખ્યામાં શ્રીજી ભકતો જોડાયા હતા. અને ગણપતિ વિસર્જન સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત હેઠળ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થયું હતું .
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )