રાજપીપળા ખાતે રણછોડજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તનાવગ્રસ્ત બનેલા માનવીએ આધ્યાત્મિક દિવ્ય પરમ શાંતિ મેળવવા માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ અવશ્ય લેવું પડે છે- કથાકાર સનતકુમાર શાસ્ત્રી.
રાજપીપળા ખાતે રણછોડજીનું મંદિર શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થયો છે. જેમાં વ્યાસપીઠ પર કથાકાર સનતકુમાર શાસ્ત્રી દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે.
તેમને જણાવ્યું હતું કે પ્રવર્તમાન કાળઝાળ મોંઘવારીમાં પોતાની ભૌતિકવાદી જીવનશૈલીનાં પગલે ઘડિયાળના કાંટે દોડતી તણાવગ્રસ્ત બનેલા માનવી આધ્યાત્મિક દિવ્ય પરમ શાંતિ મેળવવા માટે શ્રીમદ્ ભાગવતનું શરણું અવશ્ય લેવું પડે એમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ધર્મ અને વૃત્તિ સાથે સંબંધ લક્ષ્મી સાથે નહીં જેથી પ્રત્યેક માનવી એ વધુ પૈસા મેળવવાની દોડમાં દોડીને ખસી જવા કરતા ભગવાન ભાગવત સંઘ સંગાથ કરવો વધુ હિતકારી છે. તેમને ભારતના સનાતન વૈદિક હિન્દુ સાંસ્કૃતિક ધરોહર નો પ્રાકૃતિક ધરોહર સામે પ્રત્યેક નદીઓ સહદેવ સ્વચ્છ અને પવિત્ર રાખવા ઉપલબ્ધ હરિભક્તોને વાન કરી સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું હતું. આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ પાશ્ચત્ય સંસ્કૃતિ સામે આપણી હિન્દુ વૈદિક સંસ્કૃતિ અડીખમ હોવાનું જણાવી હરિભક્તોને આહવાહન કર્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )