નર્મદા જિલ્લાનો વરસાદ મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૬૩૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી સપ્ટેમ્બર,૨૦૧૯ ને ગુરૂવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૧૯ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૫ મિ.મિ., વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તસ થયાં છે.
જિલ્લા માં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૬૩૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૧૩૯૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૧૩૬૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૩૫૪ મિ.મિ. વરસાદ સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૧૨૮૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૩૭.૦૫ મીટર, કરજણ ડેમ- ૧૧૨.૯૫ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૭.૭૬ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૭.૮૦ મીટર હોવાના અહેવાલ જિલ્લામ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )