સ્વ. અરૂણ જેટલીના અસ્થિનું કરનાળીના સોમનાથ ઘાટ કરવામાં આવ્યુ વિસર્જન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા કિનારે આવેલ કરનાળી માટે એક વિશેષ લાગણી ધરાવતા પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. અરૂણ જેટલીના અસ્થિનું આજે કરનાળીના સોમનાથ ઘાટ ખાતે થઇને ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ. આ તબક્કે સદગત્ ના પરિવારજનો તથા હિતેચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિચારધારા પ્રત્યેની કટિબદ્વતા, પ્રમાણિક સુશાસન પ્રત્યેની સજાગતા, સંવિધાન અને ન્યાય પ્રત્યેની સ્પષ્ટતા, જાહેર જીવનની શિસ્ત, વ્યક્તિ સાથેની સહૃદય મિત્રતા અને સૌની સાથે સ્મિતભરી સરળતાનો સરવાળો એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. અરૂણ જેટલીનો ગુજરાત સાથે દીર્ઘકાલિન અને નીકટતાનો નાતો રહ્યો હતો. તેમાં સ્વ. અરૂણ જેટલીને કરનાળી ઉપરાંત ચાંદોદ માટે વિશેષ લાગણી હતી. જીવનના અંતિમ શ્વાસ સુધી કરનાળી, બગલીપુરા, પીપળીયા, વળીયા અને ચાંદોદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ આદર્શ સાંસદ ગ્રામ બનાવવાની તેમની ઇચ્છા રહી હતી. તેના માટે તેમણે છેલ્લે સુધી અથાગ પ્રયત્ન કર્યા હતા.

સ્વ. અરૂણ જેટલીના અસ્થિ કળશ સાથે આજે તેમના પરિવારજનોને લઇને પરીન્દુ ભગત (કાકુજી) ચાણોંદ પહોચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ભારતસિહ પરમાર, સ્થાનીક ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, વડોદરાના ધારાસભ્યો જીતેન્દ્ર સુખડીયા, સીમાબેન મોહીલે, મનીષાબેન વકીલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિ રહ્યા હતા. આ ઉપરાંત અમિત શાહના દિકરા જય શાહ પણ હાજર રહ્યા હતા.
ચાણોંદના મલ્હારરાવ ઘાટ પર અસ્થિ કળશની પૂજા કરીને કરનાળીના સોમનાથ ઘાટ ખાતે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી ત્રીવેણી સંગમ ખાતે સ્વ. જેટલીના દિકરા રોહનના હસ્તે સદગત્ ના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ચાણોંદ-કરનાળી ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )