કેવડીયા ખાતે સ્ટેચ્યુઅને નર્મદા ડેમના ના પ્રવાસી ઓ માટે પાયલોટ બેઈઝ પર શરૂ કરેલીબોટિંગ સુવિધા 1સપ્ટેમ્બર થી બંધ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોટ બંધ કરાવી દેતા બોટ પર 40 વધુ લોકોની રોજગારી છીનવાઈ

નવી સ્કીમ પ્રમાણે નવી બોટ શરૂ ન થાય ત્યાં સુધી બોટિંગ સુવિધા ચાલું રાખવાની માંગ

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુઅને નર્મદા ડેમનાના પ્રવાસી ઓ માટે તંત્ર દ્વારા નર્મદા ડેમ બોટિંગ ની સુવિધા શરૂ કરવામા આવી હતી જેમા તંત્ર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 40 પ્રવાસીઓ માટે બોટ મુકવામાં આવી હતી જેની કામગીરીઆર એફ ગાંધી, વડોદરા ની કંપનીને આ કામગીરી સોંપવામાઆવી હતી .જેઓ બોટ ઘણા વખતથી શરૂ થઈ હતી અને તેમાહજારો પ્રવાસીઓ બોટિંગ નો આનંદ માણતા હતા .પરંતુ હાલમાપાયલોટ પ્રોજેક્ટની મુદત પૂરી થતા વધુ બે માસ મુદત લંબાવાઈ હતી જેને કારણે આ બોટિંગ નો આનંદ માણતા હજારો પ્રવાસીઓ હાલ તો બોટિંગ ની મઝાથી વંચિત રહી ગયા છે. આ અંગે નોટિસ ઈજારદાર ને 1સપ્ટેમ્બર થી નોટિસ આપીને આ બોટ સુવિધા બંધ કરવામા આવી છે .જેને કારણે પ્રવાસીઓનો આનંદ છીનવાઈ ગયો છે .સાથે સાથે આ બોટ સાથે ધંધા રોજગાર સાથે સંકળાયેલા 40 જેટલા આદિવાસી લોકો ની રોજી પણ છીનવાઈ ગઇ છે જેને કારણે શ્રમજીવીઓ મુશ્કેલીમા મુકાઈ ગયા છે.જેમા બોટ ચલાવનાર ચાલક , બુકિંગ કરાવનાર અને પાર્કિંગ કરાવનાર કર્મચારીઓ ના રોજગાર ધંધા બંધ થઈ જતા મુશ્કેલી માં મુકાઈ ગયા છે .હાલ માં સાંસદ મનસુખ વસાવા એ સ્ટેચ્યુ પાસે રોજગારી મેળવતા સ્થાનિક લોકો ના લારી ગલ્લા હટાવવા સામે તંત્રએ સામે લાલ આંખ કરી ગરીબોને રોજગારી અપાવવા આગળ આવ્યાછે ત્યારે તંત્ર બોટિંગ માટે કામ કરતા આદીવાસીઓ ની રોજગારી ન છીનવાય તેવી માંગ ઉઠી છે .
પ્રવાસીઓની માંગ છે કે નબી વ્યવસ્થા શરૂ ન થાય ત્યાં સુધી આ બોટની સુવિધા ચાલું રાખવામા આવે અને કોઇ નંઈ રોજગારી ન છીનવાય તેવી માંગ ઉઠી છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )