પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં શિક્ષક દિનની થનારી ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લામાં ૫મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ શિક્ષકદિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત અને પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં સવારે ૧૦.૩૦ કલાકે સરદારનગર ખંડ, ગોધરા ખાતે યોજાશે. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે યોજાનાર સમારોહમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં તેમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )