ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


પાટણના પોલીસ અધિક્ષક શોભા ભૂતડાને ડેપ્યુટેશન મળ્યું છે. શોભા ભૂતડાની કેન્દ્રીય આઈબીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. ત્યારે પાટણમાં એસપી કચેરી ખાતે શોભા ભૂતડાનો વિદાય સમારોહ યોજાયો. જેમા પોલીસ કર્મચારીઓએ શોભા ભૂતડાની કારને દોરડાથી ખેંચીને તેમનું સન્માન કર્યું હતું. મહત્વનું છે કે, એક વર્ષ અગાઉ પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો.
તેમના કાર્યકાળ દરમિયાન પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. ત્યારે તેઓ હવે દિલ્લી જતા પોલીસકર્મીઓએ દોરડાથી તેમની કાર ખેંચીને યાદગાર વિદાય આપી હતી. નોંધનીય છે કે, ગુજરાત કેડરના બે IPS અધિકારીની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે. તે પણ એક IPS દંપત્તીની. બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલ અને પાટણ એસપી શોભા ભૂતડા બંને કેન્દ્રિય ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર જઈ રહ્યા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )