ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન – ‘‘એક દેશ, એક સંવિધાન’’ના સંદર્ભે સમગ્ર દેશમાં એક ‘‘જનજાગૃતિ’’ અને ‘‘સપર્ક અભિયાન’’ હાથ ધરવામાં આવશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એની કલમ હટાવવાનો ઐતિહાસિક, શ્રેષ્ઠ અને મજબૂત નિર્ણય લીધો છે ત્યારે દેશની જનતાના મનહદયમાં રહેલી લાગણીના પ્રતિબિંબ માટે ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન – ‘‘એક દેશ, એક સંવિધાન’’ના સંદર્ભે સમગ્ર દેશમાં એક ‘‘જનજાગૃતિ’’ અને ‘‘સપર્ક અભિયાન’’ હાથ ધરવામાં આવશે.
————
૫ સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ, દાદરા-નગર હવેલી અને ગુજરાત એમ, ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા ખાતે પાંચ રાજ્યોનો સંયુક્ત વર્કશોપ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગૌરવ ભાટીયા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. – શ્રી ભરત પંડ્યા
————
દરેક જીલ્લા કેન્દ્રોમાં રાષ્ટ્રીય એકતા અભિયાન ‘‘એક દેશ – એક સંવિધાન’’ના વિચાર સાથે સંમેલનો અને રાષ્ટ્રીય એકતા રેલીઓ યોજવામાં આવશે. – શ્રી ભરત પંડ્યા
————
આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધન કરતા ભાજપા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સમાજહિત, દેશહિત સહિત જનકલ્યાણકારી અનેક વિષયો સાથે જેવા કે, સફાઇ અભિયાન, જળસંગ્રહ અભિયાન, વૃક્ષારોપણ અભિયાન સહિત સમાજહિતમાં અનેકવિધ સેવાકિય અભિયાનો ભાજપા દ્વારા કરવામાં આવે છે. દેશની એકતા અને અખંડિતતા તેમજ દેશહિતના અભિયાન પણ ભાજપા સતત કરતું હોય છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એની કલમ હટાવીને દેશની એકતા અને અખંડિતતા માટે, કશ્મીરની જનતાના કલ્યાણ માટે અને આતંકવાદી અને અલગાવવાદીઓ સામે કડક હાથે કામ લેવા માટે ઐતિહાસિક, શ્રેષ્ઠ અને મજબૂત નિર્ણય લીધો છે ત્યારે દેશની જનતાના મનહદયમાં રહેલી લાગણીના પ્રતિબિંબ માટે ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન – ‘‘એક દેશ, એક સંવિધાન’’ના સંદર્ભે દેશમાં એક ‘‘જનજાગૃતિ’’ અને ‘‘સપર્ક અભિયાન’’ હાથ ધરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં ૩૭૦ સ્થાનો પર જનસભાઓ, સંમેલનો અને રેલીઓ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ સંદર્ભમાં ‘‘જનજાગૃતિ અભિયાન’’ અને ‘‘સંપર્ક અભિયાન’’ એમ, બે પ્રકારની સમિતિની રચના કરવામાં આવી છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપાના ‘‘જનજાગૃત્તિ અભિયાન’’ માટે પ્રદેશ સંયોજક તરીકે ભાજપાના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યા તથા સહસંયોજક તરીકે શ્રી હર્ષદગીરી ગૌસ્વામીની નિયુક્તિ કરવામા આવી છે તથા ભાજપાના ‘‘સંપર્ક અભિયાન’’ માટે પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઇ.કે.જાડેજા તથા સહસંયોજક તરીકે શ્રી અમિત ઠાકરની નિયુક્તિ કરવામાં આવી છે.
શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, દરેક ઝોનમાં ભાજપાના વર્કશોપ યોજવામાં આવનાર છે ત્યારે આગામી તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજ સુધી મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ, દાદરા-નગર હવેલી અને ગુજરાત એમ, ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા ખાતે ૫ રાજ્યોનો સંયુક્ત વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગૌરવ ભાટીયા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં દરેક જીલ્લા કેન્દ્રોમાં રાષ્ટ્રીય એકતા અભિયાન ‘‘એક દેશ – એક સંવિધાન’’ના વિચાર સાથે સંમેલનો હાથ ધરવામાં આવશે તથા રાષ્ટ્રીય એકતા રેલીઓ યોજવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે ઉપરાંત તાલુકા/જીલ્લામાં અલગ-અલગ ક્ષેત્રમાં યોગદાન આપી રહેલા વિશિષ્ઠ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સંપર્ક કરીને ‘‘કશ્મીર-૩૭૦’’ અંગેનું સાહિત્ય આપવામાં આવશે.

જનજાગૃતિ અભિયાન સમિતિમાં પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યા, સહસંયોજક તરીકે પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગીરી ગૌસ્વામી, દક્ષિણ ઝોન સંયોજક તરીકે સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા, મધ્ય ઝોનના સંયોજક તરીકે છોટાઉદેપુર પ્રભારી શ્રી રાજેશભાઇ પટેલ, ઉત્તર ઝોનના સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક તરીકે પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઇ દાસાણીની નિયુક્તિ કરવામાં આવી છે.

સંપર્ક અભિયાન સમિતિમાં પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઇ.કે.જાડેજા, સહસંયોજક તરીકે પ્રદેશ મંત્રી શ્રી અમિતભાઇ ઠાકર, દક્ષિણઝોનના સંયોજક તરીકે અન્ન-નાગરિક પુરવઠા નિગમના ચેરમેન શ્રી રાજેશભાઇ પાઠક, મધ્યઝોનના સંયોજક તરીકે સાંસદ શ્રી એચ.એસ.પટેલ, ઉત્તરઝોનના સંયોજક તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી નટુજી ઠાકોર, સૌરાષ્ટ્રઝોનના સંયોજક તરીકે બોટાદ પ્રભારી શ્રી અમોહભાઇ શાહની નિયુક્તિ કરવામાં આવી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )