શેરબજાર-રૂપિયો કડડભૂસઃ બેન્કીંગ શેર્સ ઉંધામાથે પછડાયા સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોના વિલીનીકરણનો નિર્ણય લેતા સેન્સેકસ ૬૫૦ જેટલા પોઈન્ટ તૂટયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નિફટી પણ ૧૯૦ પોઈન્ટ ડાઉનઃ ડોલર સામે રૂપિયો ૦.૭૯ પૈસા તૂટીને ૭૨.૨૧ ઉપર પહોંચ્યો : પંજાબ નેશનલ બેન્ક, ઓબીસી, યુનિયન બેન્ક, કેનેરા બેન્ક, ઈન્ડીયન બેન્ક, આઈસીઆઈસી બેન્ક સહિતના બેન્કના શેરો ૮ ટકા જેટલા તૂટયાઃ બેન્ક નિફટી ૧ ટકો ડાઉન

મુંબઈ, તા. ૩ :. ગયા શુક્રવારે મોદી સરકારે બેન્કીંગ સેકટરને લઈને એક મોટો નિર્ણય લીધો હતો જે હેઠળ ૧૦ સરકારી બેન્કોના વિલીનીકરણની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના વિલયના નિર્ણયને કારણે શેરબજારમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનુ પરિણામ એ આવ્યુ છે કે, સપ્તાહના પ્રથમ ટ્રેન્ડીંગના દિવસે એટલે આજે બેન્કીંગ સેકટરના શેર કડડભૂસ થયા છે. નિફટીમાં બેન્ક ઈન્ડેક્ષ પણ ૧ ટકાથી વધુ તૂટયો છે. સેન્સેકસમાં પણ કડાકો બોલી ગયો છે. આજે પંજાબ નેશનલ બેન્ક સહિતની જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં ૯.૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રૂપિયો પણ આજે ધડામ થયો છે. એક ડોલર ખરીદવા હવે રૂ. ૭૨.૨૧ આપવા પડશે. આજે રૂ. ૦.૭૯ પૈસા તૂટયો હતો. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૬૫૦ પોઈન્ટ ઘટીને ૩૬૬૮૪ અને નિફટી ૧૯૦ પોઈન્ટ ઘટીને ૧૦૮૩૪ ઉપર ટ્રેડ કરે છે. મીડકેપ અને સ્મોલકેપમાં પણ કડાકો બોલી ગયો છે. આજે આરકોમ ૦.૮૩, ટાટા પાવર ૫૪, કોકસ કિંગ ૩.૯૯, કોફી ડે ૭૧, ઓબીસી ૬૯, યુનિયન બેન્ક ૫૪, પંજાબ નેશનલ બેન્ક ૫૯, કેનેરા બેન્ક ૨૦૨, ઈન્ડીયન બેન્ક ૧૮૧, આઈસીઆઈસીઆઈ ૩૯૪, રિલાયન્સ પાવર ૩.૫૧, જે.કે. ટાયર ૬૧, સી.જી. પાવર ૧૦, મોતીતાલ ૫૯૪, ટેક મહિન્દ્રા ૭૦૯, ટીસીએસ ૨૨૭૬, ઈન્ફોસીસ ૮૧૫ ઉપર ટ્રેડ કરે છે. દરમિયાન આજે ડોલર સામે રૂપિયો વધુ ઘસાયો છે. આ લખાય છે ત્યારે રૂપિયો ૦.૭૯ પૈસા તૂટીને ડોલર સામે ૭૨.૨૧ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ૭૧.૪૦ ઉપર છેલ્લે રૂપિયો બંધ રહ્યો હતો. બેન્ક વિલીનીકરણની જાહેરાત બાદ સૌથી વધુ પંજાબ નેશનલ બેન્કનો શેર ૮ ટકા જેટલો તૂટયો છે. સરકારે જાહેરાત કરી છે કે કુલ ૧૨ બેન્કો જ રહેશે. પહેલા જાહેર ક્ષેત્રની ૨૭ બેન્કો હતી

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )