સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી-ગલ્લા હટાવવાની કામગીરી ના વિરોધ મા સ્થાનિકોના સમર્થનમાં કેવડિયાના બજારોનું સ્વભૂ સજ્જડ બંધ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રેષ્ઠ ભારત ભવન વગેરે જગ્યાએ સ્થાનિકો નાના-મોટા લારી-ગલ્લા લગાવી રોજગારી મેળવી રહ્યા હતા.આજે લારી-ગલ્લા હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓના સમર્થનમાં કેવડિયાના બજાર સજ્જડ બંધ રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા સહિતના ગ્રામજનોએ પોતાની મહામૂલી જમીન નર્મદા યોજનામાંઆપી ને ગુમાવી હતી ત્યારે તંત્ર દ્વારા રોજગારી છીનવાઈ જતા લોકો ભારે લોકો રોષે ભરાયા હતાકેવડીયા મા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને લારી ઓ હટાવી ને ટેમ્પા મા ભરવાની કામગીરી ચાલું કરી હતી .અને લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી
તે બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય વહીવટદાર તરીકે પટેલે જણાવ્યું હતું કે લારી-ગલ્લા ફુટપાટ ઉપર લારી-ગલ્લા લગાવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક અંગે સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત વૈકલ્પિક જગ્યા માટે તેઓને જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ તરફથી કોઇ પ્રતિસાદ મળ્યો ન નથી .
એક તરફ સરકાર સ્થાનિકોને રોજગારી આપવાની વાતો કરે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માં પોતાની જમીનો અને ઘર ગુમાવનાર સ્થાનિકોના રોજગાર ધંધા છીનવાઈ જતા લોકો મા ભારે રોષ જામ્યો હતોરિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )