ઇતિહાસ વિભાગ દ્વારા હેલ્ધી કેમ્પસ અંતર્ગત બોડેલી કોલેજ માં સ્ત્રીઓ અને બાળકો ની સુરક્ષા અબે ડિફેન્સ ની જાગૃતતા સેમિનાર યોજાયુ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોડેલી ની શેઠ ટી.સી.કાપડીયા આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ માં ઇતિહાસ વિભાગ દ્વારા હેલ્ધી કેમ્પસ અંતર્ગત સ્ત્રીઓ અને બાળકો ની સુરક્ષા અને ડિફેન્સ ની ટેકનીક વિષય પર વિધ્યાર્થીઓ માં જાગૃતતા લાવવા માટે એક સેમિનાર તા.૩૧/૦૮/૨૦૧૯ શનિવાર ના રોજ કરવામાં આવ્યુ હતુ.જેમા કોલેજ ના વિધ્યાર્થીઓ અને શાળાના વિધ્યાર્થીઓ ને મુખ્ય વક્તા ડૉ. ભાવનાબેન મહેતાએ “સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનુ રક્ષણ કેવી રીતે કરવુ તેમજ વિવિધ હેલ્પલાઇન અને સુરક્ષાના કાયદાઓ વિશે સચોટ માહિતી આપી હતી.કોલેજ ના આચાર્ય શ્રી ડૉ. એચ.એમ.કોરાટ સાહેબે ડૉ.ભાવનાબેન મહેતાનુ અભિવાદન કરી કાર્યક્રમ માં વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ તેમજ ઇતિહાસ વિભાગ ના ડૉ. સિધ્ધિબેન મેકવાણ દ્વારા સંચાલીત કાર્યક્રમ માં જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જે.ટી.એ.સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમી ના કોચ શ્રી રાજેશભાઇ ત્રિવેદી અને સાદિકભાઇ ખત્રી ની ટીમે સેલ્ફ ડિફેન્સ ની ટેકનીક મા કરાટે નુ પ્રદર્શન કર્યુ હતુ.તથા વડોદરા આઇ ટી સેલ સોશિયલ મિડીયા ના ઇન્ચાર્જ રિધ્ધિસીગ મેડમ,કોલેજ ના અધ્યાપક મિત્રોએ કાર્યક્રમ મા ઉપસ્થિત રહીને વિધ્યાર્થીઓ ને નવી રાહ ચીંધી હતી જે બદલ ગુજરાતી ના અધ્યાપક શ્રીમતી રોશનીબેન જોશીએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ કોલેજ ની ભુતપુર્વ જી.એસ.અંજલી કનોજીયા તથા હેલ્ધી ક્લબ ટીમે સહકાર આપી કાર્યક્રમ ને સફળ
બનાવ્યુ હતુ.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )