માંગરોળ તાલુકા ના માંડણ ગામે ટેનિસ ક્રિકેટ મેચ ની ફાઇનલ મેચ માં માંડણ ઇલેવન ટુ ટીમ વિજેતા

Spread the love

માંગરોલ, દેગડીયા — માંગરોળ તાલુકા ના માંડણ ગામે માંડણ ક્રિકેટ ક્લબ આયોજિત ટેનિસ ટુર્નામેન્ટ નુ આયોજન કરવા માં આવ્યું હતું તેમાં સોળ (16)જેટલી ટીમો એ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ઉમરઝર ઇલેવન અને માંડણ ઇલેવન ટુ વચ્ચે રમાય હતી. પ્રથમ દાવ માંડણ ઇલેવન ટુ એ દાવ લીધો તેમાં 10 ઓવર માં 122 રન ફટકાડ્યા હતા. તેના જવાબ માં ઉમરઝર ઇલેવન ટીમ 111 રન કરી શકી હતી. માંડણ ઇલેવન ટુ ટીમ વિજેતા બની હતી. માંડણ ક્રિકેટ ક્લબ તરફથી રૂપિયા 6000/નુ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવા માં આવી હતી. ઉમઝર ઇલેવન ટીમને રૂપિયા 3000/ એનાયત કરવા માં આવ્યા હતા. લક્ષ્મી કંગન અને જનરલ સ્ટોર ના રાજેન્દ્ર મૈસુરીયા, શૈલેષ મૈસુરીયા તેમજ વિનોદ મૈસુરીયા તરફથી વિજેતા ટીમ ને 1000/રૂપિયા નુ પુરસ્કાર આપવા માં આવ્યું હતું.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )