રૂ. 25 લાખ ખર્ચે રાજપીપળા કરજણ રેસ્ટહાઉસ નું રીનોવેશન છતા રૂમોમાં પડતું પાણી અને છતના ઉખડતા પોપડા!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રિપેરિંગ પાછળ લાખોનો ખર્ચ પાણીમાં !સમારકામ કર્યા છતાં ખર્ચાયા રેસ્ટહાઉસની ખંડેર જેવી હાલત
માત્ર ફ્લોરિંગ નવું કરાયું અને કલર કામ કરાયું, ફર્નીચર જૂન જ રખાયું.

હજી ઘણા રૂમો નું સમારકામ તથા રંગ કામ બાકી
માત્ર ત્રણ-ચાર મહિનામાં જ તકલાદી કામકાજ એ દેખી દીધા
નીતિ-નિયમોને અભરાઈ પર મુકી થયેલા કામકાજમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા.

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલ સરકારી કરજણ રેસ્ટ હાઉસ નવા રંગરૂપ અને નવો ઓપ આપવાના ઇરાદે રૂ. 25 લાખના ખર્ચે રાજપીપળા કરજણ નું રીનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે કામ બે થી ત્રણ મહિના સુધી ચાલ્યું હતું. સમારકામ પૂરતું તો થયું પણ પ્રથમ નજરે જોતા બે માળના રેસ્ટ હાઉસમાં માત્ર ફ્લોરિંગ બદલીને નવી ટાઈલ્સ લગાવવામાં આવી છે. અને દિવાલને રંગ કામ કરાયું છે. જેની પાછળ રૂ.૨૬ લાખનો ધુમાડો કરાયો.
નર્મદા જિલ્લામાં કાચા રે મજા મૂકીને સરકારી વિભાગો જાણે ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયા છે એની જેમ કોઈ સાર સંભાળ રાખનાર જ હોય એવું ફળીભૂત થઈ રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજપીપળા ના રેસ્ટ હાઉસ નું સમારકામ તેમાં અધતન સુવિધાઓ માટે કરાયું હતું. જે માટે લગભગ રૂ. 25 લાખ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી હતી. આ કામગીરી ઇજારદાર એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. અને તેમાં રૂમોના રીનોવેશન પી.ઓ.પી કલર સહિતની અન્ય કામગીરી ઇજારદારે કરી સબ સલામતના રિપોર્ટો કરી દેવાયા અને તેના નાણા પણ ચૂકવાયા પછી પણ પછી તકલાદી કામકાજમાં થયાનું બહાર આવ્યું.
ખાટલે મોટી ખોડ એ છે કે રેસ્ટ હાઉસ મા જે રૂમોમાં પી.ઓ. પી. કરવામાં આવ્યુ હતું તે ઉપર થી નીચે જમીન દોસ્ત થયું છે, રૂમોમાં ઠેરઠેર પાણી ગળતુ થયું છે,ઠેરઠેર કલર ના પોપડા ઉખડેલા નજરે પડે છે.
માત્ર ત્રણ ચાર મહિના મા જ તકલાદી કામકાજે દેખા દીધી છે,કામકાજ મા મોટા ભાગે નિયમો નેવે મુકાયા છે, હાલ મા રેસ્ટ હાઉસ ની જે હાલત છે તેના કરતાં તો સમારકામ પહેલા નુ કામ સારુ હતુ એ એક નજરે જોતાંજ જણાઈ આવેગીરી ની તપાસ થવી જોઇએ તેવી લોકોએ માંગ કરી છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપા રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )