સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોટિંગ દરમ્યાન સેફ્ટી ના નિયમોની ઐસી કી તૈસી !

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોટમાં લટકાવેલા લાઈફ જેકેટ માત્ર શોભાના ગાંઠિયા સમાન!બોટમાં બેસેલા 20 થી 25 મુસાફરો વગર લાઈફ જેકેટ પહેર્યા વગર જાનના જોખમે મુસાફરી કરતા નજરે પડે છે!બોટ ઉંધી વળી કે અન્ય દુર્ઘટના ઘટે અને પ્રવાસીઓને તરતા આવડતું ન હોય તો લાઈફ જેકેટ પહેરેલા ન હોય તો મોટી જાનહાની થવા સંભવ.પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય.સ્ટેચ્યુ સત્તાવાળાઓ આવા બોર્ડ સંચાલક સામે પગલાં લે અને સેફ્ટી ના નિયમોનું પાલન કરાવે તેવી પ્રવાસીઓની માંગ.રાજપીપળા, તા.27વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય પ્રવાસીઓ માટે ગુજરાત સરકાર અને અનેક સુવિધાઓ ઉભી કરી રહી છે. જેનાથી પ્રવાસીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. તાજેતરમાં ડેમ પાસે પાંચ કિમીની નર્મદામાં રિવર રાફ્ટિં ની સુવિધા ચાલુ કરાઈ છે, અહીં પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકે તે માટે બોટીંગની વ્યવસ્થા પણ શરૂ કરાઈ છે. પણ ખાટલે મોટી ખોડ એ છે, કે બોટિંગ દરમ્યાન પ્રવાસીઓને બેસાડવામાં આવતી બોટમાં સેફટીના નિયમોનું પાલન થતું નથી અને સેફટી ના નિયમોની ઐસી કી તૈસી કરવામાં આવી રહી છે. જેમાં એક બોટમાં 20 થી 25 મુસાફરો બેઠા છે. જેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.બોટમાં સામે દિવાલ પર ઢગલો બંધ લાઈફ જેકેટ લડકાવેલા દેખાય છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે બોટમાં લટકાવેલા લાઈફ જેકેટ માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકતા દેખાય છે. જેને ઉપયોગમાં લેવામાં આવ્યા નથી અને અંદર બોટમાં બેસેલા 20 થી 25 મુસાફરો લાઈફ જેકેટ પહેરવા વગર જાનના જોખમે મુસાફરી કરતા નજરે પડે છે. આયોજક દ્વારા પ્રવાસીઓની સુરક્ષાનો કોઈ ખ્યાલ રાખવામાં આવેલ દેખાતું નથી. બોટ ઉંધી વડે કે અન્ય કોઈ દુર્ઘટના ઘટે અને પ્રવાસીઓને તરતા ન આવડતું હોય તો લાઇફ જેકેટ પહેરીને ન હોય તો મોટી જાનહાનિ થવા સંભવ છે. બોટના સંચાલકો પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેર્યા વિના જ જાનના જોખમે નર્મદાના પાણીમાં કરાવી રહ્યા છે. હાલ વરસાદ અને પૂરની સ્થિતિ છે પાણી છોડાય છે, ત્યારે પાણીની ભરપૂર આવક થઈ રહી છે, ત્યારે આવા ઊંડાં પાણીમાં કોઈ દુર્ઘટના ઘટે ત્યારે લાઈફ જેકેટ પહેર્યા વિના મુસાફરોને નર્મદામાં જળસમાધિ લેવાનો વારો લેવાનું છે. આવે તેવી દયનીય સ્થિતિ સામે સ્ટેચ્યુના સત્તાવાળાઓ આવા બોટ સંચાલક સામે પગલાં લે અને સેફ્ટીના નિયમોનું પાલન કરાવે તેવી પ્રવાસીઓની માંગ ઉઠી માંગ ઉઠવા પામી છે.રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )