નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે ૧,૦૦,૩૩૪ હેકટરમાં ખરીફ પાકનું થયેલું વાવેતર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૪૬૮૮૪ હેકટરમાં કપાસ, ૨૨૬૨૮ હેકટરમાં તુવેર, ૧૨૦૮૯ હેકટરમાં ડાંગર,
૪૮૦૬ હેકટરમાં મકાઇ અને ૩૮૮૧ હેકટરમાં જુવારનું વાવેતર

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે પાછતરૂ અને અલ્પ વરસાદી માહોલની વચ્ચે ચોમાસા ઋતુનો પ્રારંભ થયા બાદ જિલ્લામાં હવે સારો વરસાદ થતાં ચાલુ વર્ષે ૧,૦૦,૩૩૪ હેકટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયુ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. નિલેશ ભટેૃ જણાવ્યું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ખેતી પાકોમાં નાંદોદમાં કુલ ૨૨૨૬૩ હેકટર, ગરૂડેશ્વરમાં ૧૬૦૮૭ હેકટર, તિલકવાડામાં ૧૭૩૧૪, સાગબારામાં ૧૫૭૨૬ અને દેડીયાપાડા તાલુકામાં ૨૮૯૪૪ હેકટરમાં વાવેતર થયેલ છે. જેમાં કપાસ પાકમાં નાંદોદમાં ૧૧૪૯૭, ગરૂડેશ્વરમાં ૯૦૬૧, તિલકવાડામાં ૧૨૩૧૨, સાગબારામાં ૬૬૫૦ અને દેડીયાપાડાતાલુકામાં ૭૩૬૪ હેકટરમાં વાવેતર થયેલ છે. જયારે તુવેર પાકમાં નાંદોદમાં ૪૨૫૩, ગરૂડેશ્વરમાં ૨૩૩૭, તિકલવાડામાં ૪૦૫૨, સાગબારામાં ૩૫૨૩ અને દેડીયાપાડા તાલુકામાં ૮૪૬૩ હેકટરમાં તુવેર પાકનું વાવેતર થયેલ છે.
તેવી જ રીતે જિલ્લામાં ડાંગર પાકમાં સાગબારામાં ૨૨૮૫, દેડીયાપાડામાં ૮૫૧૯, નાંદોદ ૧૦૨૯, ગરૂડેશ્વર ૨૧૪, અન તિલકવાડા તાલુકામાં ૪૨ હેકટરમાં ડાંગર પાકનું વાવેતર થયેલ છે. જયારે મકાઇ પાકમાં નાંદોદમાં ૭૮, ગરૂડેશ્વરમાં ૧૩૬૩, સાગબારામાં ૧૨૮૨, દેડીયાપાડામાં ૨૦૧૦ અને ગરૂડેશ્વર તાલુકામાં ૧૩૬૩ હેકટર વિસ્તારમાં મકાઇ પાકનું વાવેતર થયેલ છે.
જિલ્લામાં ઘાસચારાનું વાવેતર જોઇએ તો નાંદોદમાં ૧૪૧૦, ગરૂડેશ્વરમાં ૫૫૪, તિલકવાડામાં ૪૦૩, સાગબારામાં ૨૦૫ અને દેડીયાપાડા તાલુકામાં ૨૮૦ હેકટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર થયેલ છે. જયારે શાકભાજીના પાકોમાં નાંદોદમાં ૧૪૧૦, ગરૂડેશ્વરમાં ૫૫૪, તિલકવાડામાં ૪૦૩, અને દેડીયાપાડામાં ૨૮૦, અને સાગબારા તાલુકામાં ૨૦૫ હેકટર વિસ્તારમાં શાકભાજીના પાકોનું વાવેતર થયેલ છે.
તેવી જ રીતે જિલ્લામાં જુવાર પાકમાં નાંદોદ ૧૩૦૪, ગરૂડેશ્વરમાં ૧૩૯૮, તિલકવાડામાં ૬, સાગબારામાં ૪૬૩ અને દેડીયાપાડા તાલુકામાં ૭૦૬ હેકટર જેટલાં વિસ્તારમાં સારૂ એવું નાંધ પાત્ર વાવેતર થયેલ છે. જયારે બાજરી પાકમાં નાંદોદમાં ૯૧, ગરૂડેશ્વરમાં ૨૦૯ અને તિલકવાડામાં ૪ હેકટરમાં બાજરી પાકનું વાવેતર થયેલ છે. તે જ પ્રમાણે મગફળી પાકમાં નાંદોદમાં ૨૮ અને દેડીયાપાડા તાલુકામાં ૯૦ હેકટર વિસ્તારમાં તેમજ મગ પાકમાં નાંદોદમાં ૨૦૧ અને ગરૂડેશ્વર તાલુકામાં ૨૨૧ હેકટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. તદ્ઉપરાંત અડદ પાકમાં દેડીયાપાડામાં ૨૦૩, તિલકવાડામાં ૩, ગરૂડેશ્વરમાં ૪૭ અને નાંદોદ તાલુકામાં ૫૫૬ હેકટરમાં અડદનું વાવેતર થયેલ હોવાની વિગતો પણ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે જણાવ્યું છે .

રિપોર્ટ :જ્યોતિ જગતાપ રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )