ગુજરાતનું ગૌરવઃ દુનિયાના 100 સર્વોત્તમ સ્થળમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સ્થાન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે.
182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે.
ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતા હવે વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે જે આઝાદ ભારતના પ્રથમ ગૃહ મંત્રીની સાથે ઉપવડાપ્રધાન રહેલા સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ છે.
આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિશ્રનું લાલ સાગર પર્વત શ્રૃખંલા, વોશિંગ્ટનના ન્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીના ધ શેડ, આઇસલેન્ડની જિયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટાનની સિક્સ સેન્સેજ હોટલ પણ સામેલ છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )