ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી, મોતિયો જેવા સામાન્ય રોગ માટે ખોટાં બિલ અટકાવવા સરકારનો નિર્ણય

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્ય સરકાર દ્વારા જનરલ સર્જરી,ઇએનટી, ગાયનેક, ઓર્થોપેડીક, પ્લાસ્ટિક સર્જરી, ઓપ્થેલમોલોજી હેઠળ આવતા 195 જેટલા રોગ કે જે ઓપરેશન કરવાથી જ રિઝર્વ કેટેગરીમાં મૂકયા છે. આ કેટેગરીના રોગને સરકારે રિઝર્વ એટલે કે અનામત મૂક્યા છે. પરિણામે મા-યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો સરકારી ખર્ચે લાભ લેવા માગતા દર્દીઓએ ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવા જવું પડશે. ખાનગી હોસ્પિટલો દ્વારા સરકારી સેવામાં આવતા રોગમાં પણ ખોટા બિલ કે વધારાના બિલનો બોજ સરકારને પડે નહીં અને સરકારી પૈસૈ સારવાર લેનાર દર્દીને સરકારી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર મળે તેવો નિર્ણય સરકાર દ્વારા થયો છે. હરણીયા, ભગંદર-મસાનાં ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં નહીં થાય
જનરલ સર્જરી હેઠળની 92 સારવાર મા કાર્ડ અને પી.એમ.જે.એ.વાય હેઠળ જનરલ સર્જરીમાં આવતા 92 રોગને દાખલ કરવામાં આવ્યા છે. ભગંદર, ગેસ્ટ્રોસ્ટોમી, લીવરમાં ગાંઠ, કોલેસ્ટોમી(મસા),પેટમાં ચાંદા થવાથી રક્તસ્ત્રાવ થવાનું ઓપરેશન, એપેન્ડિક્સ, નાનું આતરડું વધવું, મોટા આંતરડાનો સોજો, ફોરેન બોડી રિમુવલ(શરીરમાં કંઇક ફસાઇ ગયું હોય તે કાઢવું પડે તેવું), હરણીયા,આંતરડા ચોટી જવા,તાળવા-હોઠ ખોડખાંપણ, અન્ન નળીનો વિકાસ ન થયો હોય, તાળવાની સર્જરી, ચામડી ચડાવવી તેવી 92 જેટલી સારવારને સરકારે રિઝર્વ કરતા તેની ખાનગી હોસ્પિટલમાં મા કાર્ડ કે પી.એમ.જે.એ.વાય હેઠળ સારવાર લઇ શકાશે નહીં.ગાયનેકની 8 સર્જરી રિઝર્વ
ઇએનટીના 9 રોગની સારવાર કાકડા, ગળાની ગાંઠ,ખોપડીની સર્જરી સહિતના નવ રોગની સર્જરીને સરકારે મા કાર્ડ અને પીએમજેએવાય યોજના હેઠળ રિઝર્વ કર્યા છે. ગાયનેકમાં ગર્ભાશયમાં ગાંઠ, એકલેમ્પસીયા રોગમાં હાઇરીસ્ક ડિલિવરી.સરકારીમાં જ આરોગ્ય સેવા મળવી જોઇએ
રાજ્ય સરકાર પાસે સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા છે, હજારો ડોકટર છે અને આરોગ્ય સેવા સારી રીતે આપવામાં આવતી હોવાથી સરકારમાં જ સારવાર મળે તે યોગ્ય છે. > નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી195 ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં નહીં થાય
સરકાર દ્વારા 195 ઓપરેશનને મા-કાર્ડ અને પીએમજેવાય યોજના હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ 195 સર્જરી મા-કાર્ડ કે પીએમજેવાય યોજના હેઠળ દાખલ કરવામાં આવતા હવે ખાનગી હોસ્પિટલ કે જે મા-કાર્ડ કે પીએમજેવાય યોજના હેઠળ સરકાર સાથે જોડાયેલી છે,તેમાં પણ સારવાર મળી શકે નહીં. > ર્ડા.એચ.કે.ભાવસાર, અધિક નિયામક(તબીબી સેવાઓ)ઓર્થોપેડીકની 13 સર્જરી,પ્લાસ્ટીકની ચાર સર્જરી
હાડકામાં કેન્સરની ગાંઠ, હાડકામાં કેન્સરની ગાંઠ, જોઇ્ન્ટ રીપ્લેસમેન્ટ, શોલ્ડર આર્થોસ્કોપી,ની- આર્થોસ્કોપી, રીસ્ટ આર્થોસ્કોપી, ઘૂટી આર્થોસ્કોપીની સર્જરીને મા-કાર્ડ અને પીએમજેએવાય યોજના હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. પ્લાસ્ટીક સર્જરીમાં કાન બનાવવા, જન્મજાત ખોડખાંપણ સાથે જન્મતા બાળકની પ્લાસ્ટીક સર્જરી સહિત પ્લાસ્ટીક સર્જરીના ચાર ઓપરેશનને સરકારી આરોગ્ય સેવાની યોજનામાં દાખલ કરવામાં આવ્યા છે. ઓપ્થોલમોલોજીમાં 42 સર્જરી, થોરોસીક સર્જરી,નેફ્રોલોજી સર્જરીને સમાવાઇ
ઓપ્થોલમોલોજીમાં 42,ગ્લુકોમા સર્જરી,થોરોસીક સર્જરી, નેફ્રોલોજી સર્જરીને સરકારી યોજનામાં સમવાઇ છે. જેમાં મોતિયો,આંખમાં અકસ્માતને કારણે ઇજા, જન્મજાત મોતિયો,આંખની પાંપણમાં ગાંઠ, પાપણ ફાટી જવી, ત્રાસી આંખોને સીધી કરવાનું ઓપરેશન,આંખના સ્નાયું ખેંચાવવાનું ઓપરેશન જેવા ઓપરેશનને પણ સરકારી યોજનામાં સમાવવામાં આવ્યા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )