પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૯૨૩૯ લાભાર્થીઓને સહાય આપવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ છોટાઉદેપુર આઇ.સી.ડી.એસ. શાખા ધ્વારા ૯૨૩૯ લાભાર્થી મહિલાઓને લાભ આપી રૂા.૩.૫૦ કરોડની સહાય આપી તેમના ડી.બી.ટી. મારફતે તેમના ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા છે.
પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળજન્મ સમયે મહિલા પ્રસૃતિ પૂર્વે અને પ્રસૃતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે હેતુસર તેમને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સહાયના સ્વરૂપે અંશતઃ વળતર આપવાનો સરકારનો આશય રહેલો છે. આ યોજના હેઠળ ફકત પ્રથમ જીવિત બાળજન્મ આપનાર સગર્ભા માતાને જ તેનો લાભ મળવાપાત્ર છે. રાજય સરકારના અથવા જાહેર સાહસોના કર્મચારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાએ સગર્ભાવસ્થા વિશે જાણ થતાં ૧૫૦ દિવસની અંદર પોતાની જાતે આંગણવાડી કેન્દ્ર ખાતે પીએમએમવીવાય યોજના હેઠળ નોંધણી કરાવવાની રહેશે, લાભાર્થી મહિલાનએ બેંકમાં પોતાના નામનું બચત ખાતું સીંગલ ખોલાવવાનું રહેશે અને લાભાર્થીનું આધારકાર્ડ તેમના પતિના નામ સાથેનું ફરજિયાત છે.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની વધુ વિગત માટે નજીકની આંગણવાડીનો સંપર્ક કરવા પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )