બોરીદ્રા પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં આવી વૃક્ષારોપણ કર્યું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શાળાને ગ્રીન સ્કૂલ બનાવવાનો સંકલ્પ લીધો.

સામાન્ય રીતે જાહેર રજાના દિવસોમાં સાડા બંધ રહેતી હોય છે અને ઘરે આરામ ફરમાવતા હોય કે અન્ય કામગીરી કરતા હોય રજાના દિવસે શાળા બંધ હોય માં મેદાન વર્ગખંડો જણાતા હોય છે પણ નર્મદાની એકમાત્ર નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે પણ ચાલુ રહી હતી અને તે પણ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માટે.
નાંદોદ તાલુકાના બોરીદ્રા ની પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં આવીને વૃક્ષારોપણ કરી પોતાનો કિંમતી સમય આપ્યો અને વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં શાળાના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણાએ રજાના દિવસે દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કરી પર્યાવરણ બચાવવાના આશય સાથે જાહેર રજાના દિવસે તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શાળાના કેમ્પસમાં અને આજુબાજુમાં વૃક્ષો લગાવી શાળાને ગ્રીન સ્કૂલ બનાવવાનો અનોખો સંકલ્પ મુખ્યશિક્ષક અનિલ મકવાણા એ લેવડાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે બાળકો વૃક્ષોનું મહત્વ સમજી તે અને પર્યાવરણને બચાવવા વૃક્ષો કેટલી કેટલા ઉપયોગી છે. તેનું મહત્વ સમજાવ્યું હતું અને પોતાની શાળામાં તમામ પ્રકારના વૃક્ષો વાવી શાળાને ગ્રીન સ્કુલ બનાવવાનો નિર્ણય લીધો હોવાનું પણ જણાવ્યું હતું.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )