રાજકોટ ભાજપ ના ધારાસભ્ય નું બેજવાબદારી ભર્યું નિવેદન : રોગચાળો તો માત્ર નિમિત્ત છે….બાકી…!!!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્યમાં ભારે વરસાદ બાદ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો રોગચાળાના ભરડામાં ભરાયા છે. રાજકોટ હોસ્પિટલ જાણે દર્દીઓથી ઉભરાઇ રહી છે, તેને જોતા રાજકોટના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. પરંતુ રાજકોટમાં ભાજપ MLA ગોવિંદ પટેલનું બેજવાબદારી ભર્યુ નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનના કારણે હાલ રાજ્યમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
પૂર્વ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે બેજવાબદારીભર્યુ નિવેદન કર્યુ છે. તમને જણાવી દઇએ કે, રાજકોટમાં બુધવારે તાવના કારણે એક બાળકનું મોત થયું હતું. આ મોત રોગચાળા કારણે થયું છે ત્યારે તંત્ર શું પગલાં ભરી રહ્યું છે એવો સવાલ ગોવિંદ પટેલને પુછતા તેમને પોતાનું નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, રોગચાળો તો માત્ર નિમિત્ત માત્ર છે બાકી જન્મ અને મૃત્યુ ઇશ્વરના હાથમાં છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ તંત્રનો બચાવ કરી રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.
રાજકોટમાં રોગચાળાની સ્થિતિને કાબૂમાં લેવા માટે આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. આજે રાજકોટની હૉસ્પિટલમાં ખામીઓ જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )