અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.ના ઘરફોડ ચોરી ના ગુનાઓમાં છેલ્લા છ માસથી નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લાના નાસતા – ફરતા આરોપીઓ ઝડપી પાડવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી ભરૂચ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી ની અલગ – અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે કાર્યવાહી દરમ્યાન એલ.સી.બી ટીમ ને ખાનગી રાહે હકિકત મળેલ કે , અંકલેશ્વર રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં – પાર્ટ – એ ૧૧૧૯૯૦૦૬૨૦૦૪૩૮/૨૦૨૦ ઇ.પી.કો.ક -૩૮૦ , ૪૫૭ મુજબના ઘરફોડ ચોરી ના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો – ફરતો આરોપી લલન મહાદેવ તિવારી કે જેની ધરપકડ કરવા સારૂ નામદાર અંક્લેશ્વર કોર્ટ તરફથી CRPC – ૭૦ મુજબનુ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે તે અંક્લેશ્વર તાલુકાના બાકરોલ ઓવરબ્રીજ નીચે આવેલ ચોકડી ઉપર આવનાર છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ની ટીમે વોચમાં રહી વોન્ટેડ આરોપી લલન S / O મહાદેવ રતન તિવારી રહે.હાલ – સંજાલી ગામ , માજીદ કોલોની , મૌલવી ના મકાન મા ભાડેથી તા – અંક્લેશ્વર જી – ભરૂચ મુળ રહે – કોટીયા પોસ્ટ – મંજનપુર થાના – મહેવાધાટ તા સરસોવા જી – પ્રયાગરાજ ( અલ્હાબાદ ) ઉત્તરપ્રદેશ નાને ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે .

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ

ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ASI કનકસિંહ તથા હેડ કોન્સટેબલ ચંદ્રાકાંતભાઈ , દિલીપકુમાર , ઉપેન્દ્રભાઇ , અજયભાઇ એલ.સી.બી ભરૂચ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )