હાલોલમાં ૨૮મી ઓગસ્ટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૮મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ હાલોલની એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ. પાસ, સ્નાતક થયેલા ૧૮ થી ૩૫ વર્ષના રોજગારવાંચ્છું ઉમેદવારોની કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટિવ, સેલ્સ હેલ્પર, એકાઉન્ટિંગ ટ્રેઈની જેવી ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી થનાર છે. આ માટે લેખિત અને મૌખિક પરીક્ષા થકી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટાની પાંચ નકલો સાથે આ ભરતી મેળામાં હાજર રહેવું. આ સાથે સ્વરોજગાર કરવા ઈચ્છતા ઉમેદવારોને આ ભરતી મેળામાં સ્વરોજગારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )