૭મી સપ્ટેમ્બર ગણેશ વિસર્જનના દિવસે ગોધરા ખાતે એસ.ટી. બસોનું સંચાલન ભૂરાવાવના એસ.ટી. વર્કશોપથી થશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આગામી તા.૭મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના દિવસે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ યોજાનાર છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની સામેલ થવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી જતું હોય છે. ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા, બસ પ્રવાસીઓની મુશ્કેલી નિવારવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ એક દિવસ માટે લાલ બાગ સ્થિત એસ.ટી. બસ મથકને ભુરાવાવ સ્થિત એસ.ટી. વર્કશોપ ખાતે ખસેડી બસોનું સંચાલન કરવામાં આવશે.
આ માટે, પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (ખ) અન્વયે મળેલા અધિકારની રૂએ તા. ૦૭/૦૯/૨૦૧૯ના રોજ સવારના ૯/૦૦ કલાકથી સાંજના ૧૬/૦૦ કલાક સુધીના સમયગાળા માટે લાલબાગ એસ.ટી.મથકને ભુરાવાવના એસ.ટી. વર્કશોપ ખાતે હંગામી ધોરણે ખસેડવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-૩૧૧ તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )