મંદી નો માર : પારલે G 10000 કર્મચારીને છુટા કરશે…….!!!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વર્ષોથી પારલેજી બિસ્કિટ નાના-મોટા તમામ લોકોની પહેલી પસંદ છે. ચા સાથે પારલે જી બિસ્ટિક તો દરેક પોતાના જીવનમાં એક વાર તો ખાધા જ હશે. પણ ભારતીની આ સૌથી લોકપ્રિય બિસ્કિટ બનાવતી કંપની હાલ મંદીનો માર સહન કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉપભોગ ઘટતા પારલે જી કંપની આવનારા સમયમાં 8 થી 10 હજાર લોકોને પોતાની કંપનીમાંથી નીકાળી શકે છે. જો કે આમ કરતા પહેલા કંપનીએ સરકાર પાસેથી જીએસટી ઓછો કરવાની માંગ કરી છે.

ઇકોનોમિક ટાઇસ્મમાં છપાયેલી ખબર મુજબ 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર જીએસટી ઓછી કરવાની પારલે જી કંપનીની માંગ છે. અને જો સરકાર તેમની આ માંગણી નથી સ્વીકારતી તો આવનારા સમયમાં કંપનીને 10 હજાર લોકોને નોકરી પરથી નીકાળવા પડશે. કારણ કે વેચાણ ઓછું થતા કંપની ભારે નુક્શાન સહન કરી રહી છે.
તમને જણાવી દઇએ કે પારલે પ્રોડક્ટનું વેચાણ 10,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. કંપનીના કુલ 10 પ્લાન્ટ છે. જેમાં લગભગ 1 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને સાથે જ કંપની 125 થર્ડ પાર્ટી મેનિફૈક્ચરિંગ યુનિટ પણ ઓપરેટ કરે છે. કંપનીના વેચાણનો અડધો ભાગ ગ્રામીણ બજારોથી આવે છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ GST લાગુ થવા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો. પણ જીએસટી લાગતા તમામ બિસ્કીટોને 18 ટકા સ્લેબમાં નાખવામાં આવ્યા. જેના કારણે કંપનીનો ખર્ચો વધી ગયો. કંપનીએ આખરે 5 ટકા પોતાના ભાવ પણ વધાર્યા, જો કે તેની અસર તેના વેચાણ પર પડી. જેના કારણે હાલ આ પરિસ્થિતિ ઊભી થઇ છે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )