પ્રાચીન સોનાની દ્વારિકા નગરીના દર્શન કરવા હવે બનશે સરળ…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દરિયામાં 80 ફૂટ નીચે થશે દ્વારિકા નગરીના દર્શન

સ્કૂબા ડાઇવિંગની તાલીમ લઇ કોઇપણ પર્યટક દરિયા નીચે જઇ દરિયાઇ જીવસૃષ્ટી અને ઐતિહાસિક વિરાસત જોઇ શકશે: જંગલી જાનવરોના અવશેષો, કલાકૃતિઓ, સ્તંભ વગેરે નજરે પડશે
સમુદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરવા સરળ બન્યા છે. દર્શન માટે સ્કુબા ડ્રાઇવીંગની ટ્રેનીંગ બાદ દરીયાની ઉંડાણમાં રહેલા રહસ્યો અને દ્વારકા નગરીના અવશેષોને જોઇ તથા સમજી શકશે. આ એક એવો યુગ આપને બતાવશે જેમાં આપને વિકસીત નગરી સમુદ્રમાં સમાઇ ગઇ અને તેની સાથેની પૌરાણીક બાબતો પણ આપની સમક્ષ ધીમે ધીમે આવતી જશે.
સ્કુબા ડ્રાઇવીંગ ટ્રેનર શાંતિભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, લોકોમાં સમુદ્ર તટ ખાસ કરીને પ્રાચીન દ્વારકાના અવશેષોને જોવા માટે ખાસો ઉત્સાહ અને જીજ્ઞાસા હોય છે. તે પહેલા સ્કુબા ડ્રાઇવીંગના કેટલાક કલાકની ટ્રેનીંગ આપે છે, જ્યારે વ્યક્તિ પાણીની અંદર રહેવાની હિંમત અને અનુભવ કરવા લાગે છે તો પછી તેમની અંડર વોટર યાત્રા શરૂ થાય છે. 60 થી 80 ફુટ નીચે ગયા પછી દિવ્ય દ્વારકા નગરીના અવશેષોના દર્શન થાય છે.
સમુદ્રમાં લાખો માછલીઓ, છીપલા સાથેના આ સ્થળ પરના અવશેષો ખુદ જ પોતાની કહાણી કહેવા લાગે છે. અહીં વિશાળ પ્રતિમાઓના અવશેષો, જંગલી જાનવરોની આકૃતિઓ, ઘણા પ્રકારની કલાકૃતિઓ તથા વિશાલકાય દ્વાર અને સ્તંભ નજરે પડે છે. દ્વારકા ભારતના સાત પ્રાચીન શહેરોમાંથી એક છે. અન્ય છ શહેરોમાં મથુરા, કાશી, હરીદ્વાર, અવંતીકા, કાંચીપુરમ અને અયોધ્યા છે. દ્વારકાને ઓખામંડળ, ગોમતી દ્વાર, આનર્તક, ચક્રતીર્થ, અંતરદ્વીપ વગેરે નામથી ઓળખાય છે.
પૌરાણીક કથાઓ પૈકીની એક કધા કલ્કી અવતારની થવા પહેલા એક સભ્યતા પોતાને સમાપ્ત કરી લેવાની પણ છે. ઘણા દ્વારોથી બનેલી દ્વારકાના ત્રણ ભાગ સમુદ્રમાં સમાઇ ગયા છે જે સર્વવિદીત છે. જે પૈકીનો એક ભાગ બેટ દ્વારકા તેની સાબિતી છે.
અનેક અચરજ પમાડતા સ્થળો છે
આવી જ એક માન્યતા છે મેવાડથી નીકળીને મીરાબાઇ જ્યારે અહીં દ્વારકા પહોંચ્યા ત્યારે ભગવાન કૃષ્ણના ધ્યાનમાં રહેતા જ તે અહીં મૂર્તિમાં સમાઇ ગઇ. ગોમતી, કોશાવતી તથા ચંદ્રભાગા નદીનો સંગમ અહીં થાય છે અને આસપાસ સમુદ્ર હોવાને કારણે પાણી તમામ સ્થાનો પર ખારું છે પરંતુ અહીં બનેલા પાંડવોના પાંચ કુવાઓનું પાણી મીઠું છે. જે કુદરતની આશ્ર્ચર્ય પમાડતી બાબત પૈકીની એક છે.
જામનગરના ગેજેટમાં પણ દ્વારિકાનગરીનો ઉલ્લેખ
એક પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણએ અહીં 36 વર્ષ રાજ કર્યુ હતું. યદુવંશના વજુનાભ દ્વારકાના અંતિમ શાસક બન્યા જે થોડા વર્ષો રાજ કર્યા પછી હસ્તિનાપુર ચાલ્યા ગયા. પ્રાચીન દ્વારકા પહેલા એક મિથક અને કાલ્પનીક કથાના રૂપે પ્રચલિત હતી. સૌથી પહેલા વાયુસુેનાના પાયલટની નજર તેના પર પડી. જામનગરના ગેજેટમાં પણ આ નગરીનો ઉલ્લેખ મળે છે. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાનના તટથી 20 કીમી અંદર ટેકનોલોજીની મદદથી સોનાર 4000 વર્ગ મીટર ક્ષેત્ર અંદર વસ્તુઓની જાણકારી મેળવવાની એવી ટેકનોલોજી છે, જેમાં તરંગોનો ઉપયોગ થાય છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )