દિલ્હીમાં માજી સાંસદોને બંગલા ખાલી કરવા સપ્તાહનું અલ્ટિમેટમ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પૂર્વ સાંસદોએ નક્કી સમયની અંદર સરકારી
આવાસ ખાલી ન કર્યા તો વીજળી, પાણી અને ગેસ કનેક્શન કટ કરી દેવામાં આવશે. લોકસભાની
એક સમિતિએ આ આદેશ રજૂ કર્યો છે. સમિતિએ
પૂર્વ સાંસદોને ઘર ખાલી કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. હાલમાં એવા 200થી વધુ પૂર્વ સાંસદો છે, જેમણે અત્યાર સુધી સરકારી બંગલા ખાલી કર્યા નથી.
ગઇકાલની બેઠકમાં નિર્ણય લેતી વખતે સમિતિના અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યું કે, ત્રણ દિવસમાં પૂર્વ સાંસદોના સરકારી આવાસોના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.
પાટિલે કહ્યું કે, આવાસ સમિતિએ આજે થયેલી બેઠકમાં નિર્ણય લીધો કે, ત્રણ દિવસની અંદર આવા બંગલાઓના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે અને પૂર્વ સાંસદોને એક સપ્તાહની અંદર આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, કોઈપણ પૂર્વ સાંસદે એમ નથી કહ્યું કે, તે પોતાનો બંગલો ખાલી નહીં કરે. નિયમો અનુસાર, પૂર્વ સાંસદોને ગત લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર પોત-પોતાના બંગલા ખાલી કરવાના હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર 16મી લોકસભાને 25 મેના રોજ તાત્કાલિક પ્રભાવથી ભંગ કરી દીધી હતી.
સૂત્રે જણાવ્યું કે, લોકસભાના 200થી વધુ પૂર્વ સાંસદોએ હજુ સુધી પોતાના સરકારી બંગલા ખાલી નથી કર્યા. આ પૂર્વ સાંસદોને 2014માં આ બંગલા આપવામાં આવ્યા હતા. આ કારણે નવા ચૂંટાયેલા સાંસદ અસ્થાયી નિવાસમાં રહે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (3 )