ડો દીપક આર દરજી ડી.પી. ઇ.ઓ. સુરતના વડપણ હેઠળ સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો કેમ્પ સુચારુ રીતે સંપન્ન થયો

Spread the love

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોનો સરકાર શ્રી ની સુચના માર્ગદર્શન અને પરિપત્ર મુજબ, તેમજ કોરોના ને લીધે સરકાર શ્રી ની ગા ઈ ડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ રાખી માસ્ક પેહરી નિયમ મુજબ વધ થતાં શિક્ષકોના બદલી કેમ્પ તારીખ ૨ ૩ અને ૪ દરમિયાન કામરેજના લસકાણા અને બી.આર.સી.ભવન કામરેજ ખાતે સંતોષકારક રીતે સંપન્ન થયો હતો ચુસ્ત નિયમો પરિપત્ર ના ડાયરા માં રહી અત્યંત કુનેહપૂર્વક ડો દિપક આર દરજી દ્વારા કોઈપણ પ્રકારના વાદવિવાદ વિના કેમ્પસ સંપન્ન કરાયા હતા શિક્ષકો મોટી તાણ અનુભવી રહ્યા હતા પરંતુ અત્યંત પારદર્શિતા થી જિલ્લા પ્રાથમિક શિક્ષક અને ઘટક સંઘોની સાથે સંકલન કરી કિરીટભાઈ પટેલ અને સંગઠનના પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની દેખરેખ અને પરિવારિક ભાવના થકી કેમ્પો સંપન્ન થતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માં સંતોષની લાગણી થતી જોવા મળી હતી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ટીમે રાત દિવસ મહેનત કરી સિનિયોરિટી તૈયાર કરી હતી કોઈપણ શિક્ષકને અન્યાય ના થાય તેનો બારીકાઈથી ડો દિપક આર દરજી સાહેબ અને કિરીટભાઇ પટેલે આયોજન કરેલ હતું આ કેમ્પમાં જિલ્લાની કુલ 277 વધ હતી જેમાં 1 થી 5ના 145 શિક્ષકોને ઉપલબ્ધ મહેકમ અનુસાર તેમના તાલુકામાં સમાયા હતા જ્યારે ઓવર સેટ અપ ની મર્યાદાના કારણે 46 શિક્ષકો અન્ય તાલુકામાં શાળાઓ પસંદ કરવી પડી હતી જ્યારે 86 શિક્ષકોને હાલમાં ભાષા અને સામાજિક વિજ્ઞાન ની જગ્યા ઉપર ઉપલબ્ધ જગ્યાઓ સામે તમામ જગ્યાઓ બોર્ડ પર મૂકી સરકારશ્રીના શિક્ષણ વિભાગના નિયમ અનુસાર જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી 6થી 8ની પણ વિદ્યાર્થીઓના પ્રમાણમાં મળવાપાત્ર જગ્યા સામે વિષય શિક્ષક ની વધ વાત થતાં આવા 36 શિક્ષકો શાળા પસંદ કરી બદલી કરવામાં આવી હતી આમ કુલ 277 શિક્ષકોની બદલીના કેમ ખૂબ જ સૌજન્યપૂર્ણ સંપન્ન થતા શિક્ષકોએ રાહત અનુભવી હતી જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ નો સમગ્ર જિલ્લામાંથી આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ મા અરવિંદ ભાઈ ચૌધરી, વિ શ્વજીતભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર, વગેરે હાજર રહ્યાં હતા


રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )