નાંદોદ તાલુકાના સુંદરપુરા, જીતગઢ, જીતનગર ગામમાં સવારે સ્કૂલે જવાના સમયે ૧૦ વાગે બસ ન આવતી હોવાથી ત્રણ ગામના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જવાનો વારો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં,ગરીબ વિદ્યાર્થીઓ ભાડું ખરચવા સમર્થ ન હોય પગપાળા આવતા વિદ્યાર્થીઓની ચોમાસામાં દયનીય સ્થિતિ,

ગામમાં એક માત્ર સવારે 8 વાગે આવતી બસ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ન હોવાથી સવારે 10 વાગે બસ મુકવાની વાલી અને વિદ્યાર્થીઓની માંગ

સમયસર બસના અભાવે સમયસર શાળાએ ન જઇ શકતા 300 વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર

નાંદોદ તાલુકાના સુંદરપુરા, જીતગઢ, જીતનગર આ ત્રણ ગામના સવારે સ્કૂલે જવાના સમય 10 વાગે બસ ન આવતી હોવાથી ત્રણ ગામના 300 થી વધુ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જવાનો વારો આવતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચ કરવા સમર્થ હોય પગપાળા આવતા વિદ્યાર્થીઓની ચોમાસામાં દયનીય હાલત બની છે. આ ત્રણેય ગામોના વિદ્યાર્થીઓ રાજપીપળાની વિવિધ શાળા, કોલેજમાં ભણવા માટે આવતા હોય પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ ત્રણે ગામના ગામ માં રાજપીપળા થી 8 વાગે એકમાત્ર બસ આવે છે. જે વિદ્યાર્થીઓ માટે કામની નથી તેમની શાળાનો સમય 10: 50 કલાકનો હોવાથી સ્કૂલે જવા માટે આ સમય અનુકૂળ ન હોવાથી ત્રણે ગામના વિદ્યાર્થીઓને ભાડુ ખર્ચીને ખાનગી વાહનોમાં આવવું પડે છે, અહીંના મોટાભાગના વિદ્યાર્થીઓ ભાડું ખર્ચી શકે તેમ ન હોવાથી તેમને પગે ચાલીને પગપાળા શાળાએ આવવું પડે છે. જો વરસાદ પડતો હોય તો ચોમાસામાં ખાનગી વાહનો પણ મળતા નથી કે પગે ચાલીને પણ જઈ શકાતું નથી તેથી તેમનું શિક્ષણ કાર્ય બગડે છે. ખાનગી વાહનોમાં ઘેટાબકરાની જેમ મુસાફરી કરતા હોય વિદ્યાર્થીઓ માટે આવી મુસાફરી જોખમી છે. તેથી જાનના જોખમે ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ગામમાં એક માત્ર સવારે 8 વાગે આવતી બસ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ન હોવાથી 10 વાગે બસ મુકવાની વાલી અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે. સમયસર બસના અભાવે સમયસર શાળાએ જઈ શકતા ન હોવાથી 300 વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. આ ત્રણેય ગામોમાં સમયસર સવારે 10 અને સાંજે 5 કલાકે રાજપીપળાથી મુકવાની માંગ ઉઠી છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )