અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સસ્પેન્શન માટે કોંગ્રેસની HCમાં પિટિશન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

– વિધાનસભા સ્પીકરની નિષ્ક્રીયતાના કારણે અલ્પેશ અને ધવલસિંહે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસવોટિંગ કર્યું : કોંગ્રેસ

કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં પ્રવેશેલા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સસ્પેન્શન અંગે વિધાનસભા સ્પીકર ૧૫ દિવસમાં નિર્ણય લે અને તેમને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માગણી કરતી અરજી કોંગ્રેસે હાઇકોર્ટમાં કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ તરફથી જવાબ રજૂ કરવા માટે સમયની માગણી કરવામાં આવતા વધુ સુનાવણી ૨૯મી ઓગસ્ટ પર મુકરર કરવામાં આવી છે.

વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા તેને સસ્પેન્ડ કરવા વિધાનસભા સ્પીકરને અરજી કરવામાં આવી હતી.

સ્પીકરે અરજી અંગે કોઇ નિર્ણય ન લેતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટની ખંડપીઠે ચુકાઓ આપ્યો હતો કે બન્ને ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની અરજી હજુ વિચારાિધન છે તેથી હાલના તબક્કે હાઇકોર્ટ સ્પીકરની નિર્ણય પ્રક્રિયામાં કોઇ હસ્તક્ષેપ કરી શકે નહીં. આમ છતાં આજદિન સુધી સ્પીકરે કોઇ નિર્ણય કર્યો નથી.

આ ઉપરાંત અલ્પેશને હજુ સુધી નોટિસ પણ પાઠવવામાં આવી નથી. કોંગ્રેસની અરજી ફગાવતા સમયે હાઇકોર્ટે આશા વ્યક્ત કરી હતી કે સ્પીકર કાયદા મુજબ નિર્ણય લેશે પરંતુ સ્પીકરની નિષ્ક્રીયતાના કારણે આ ધારાસભ્ય હજુ સુધી સત્તા ભોગવી રહ્યા છે.

હાઇકોર્ટના આ આદેશ બાદ અલ્પેશે રાજ્યસભાની ચૂંટમીમાં ક્રોસવોટિંગ કરી પક્ષ વિરૃદ્ધ મતદાન કર્યુ હતું. અલ્પેશને ઇ-મેઇલ, વ્હોટ્સએપ્પ અને ઘરે જઇ વ્હીપ આપવામાં આવ્યો હોવા છતાં તેણે પક્ષ વિરૃદ્ધ મતદાન કર્યુ હતું.

આવી જ રીતે કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ વ્હીપ હોવા છતાં પક્ષ વિરૃદ્ધ મતદાન કર્યુ હતું. સ્પીકરની નિષ્ક્રીયતાના કારણે બન્ને ધારાસભ્યો ગેરલાયક ઠર્યા નથી.

કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે કે અલ્પેશ અને ધવલસિંહને સસ્પેન્ડ કરવાની અરજી અંગે સ્પીકર ૧૫ દિવસની સમયમર્યાદામાં નિર્ણય કરે. આ ઉપરાંત બ ન્ને સામે કાર્યવાહી કરી સ્પીકર તેમની ફરજ બજાવે.

આ ઉપરાંત ગેરલાયક ઠરાવવાની અરજી મુદ્દે સ્પીરની નિષ્ક્રીયતાનેહાઇકોર્ટ દ્વારા ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવામાં આવે. પિટિશનની સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી અલ્પેશને ધારાસભાની ચૂંટણી લડવાની મનાઇ ફરમાવવામાં આવે.

વધાનસભા સ્પીકર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની આજની સુનાવમીમાં રજૂઆત હતી કે કાયદાકીય મુદ્દે તેઓ દલીલ કરવા તૈયાર છે. જ્યારે કોંગ્રેસના વકીલની રજૂઆત હતી કે આજની સુનાવણીમાં મુદત પડે તો તેમને કોઇ વાંધો નથી પરંતુ પ્રતિવાદીઓને નોટિસ પાઠવવી જોઇએ.

અલ્પેશ અને ધવલસિંહની રજૂઆત હતી કે તેમની પાસે જવાબ તૈયાર છે તેથી ઔપચારિક નોટિસની જરૃરિયાત નથી. થોડો વધુ સમય આપવામાં આવે તો સોગંદનામા સ્વરૃપે જવાબ રજૂ કરી શકાય. જેથી કોર્ટનો સમય બચી શકે. કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી વધુ સુનાવણી ૨૯મી ઓગસ્ટ પર મુકરર કરી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )