બોડેલી તાલુકાના ભીલવાણીયા ગામે ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો : ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા હોબાળો મચાવ્યો

બોડેલી તાલુકાના ભીલવાણીયા ગામે ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો : ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા હોબાળો મચાવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગાંધીના ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો બોડેલી તાલુકાના ભીલવાણીયા ગામે ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો ભીલવાણીયા ગામમાં દારૂના નશાથી કેટલાય પરીવાર ચકનાચૂર થયા કેટલીક માતાઓ પુત્ર વિહોણી તો કેટલીક મહિલાઓ વિધવા થતા મહીલાઓ ની ધીરજ ખૂટતા બોડેલી તાલુકા મથકે પોલીસ સ્ટેશન દોડી આવી મોરચો માડી  તેમના ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા હોબાળો મચાવ્યો 

     પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે સાક્ષરતા નુ પ્રમાણ ઓછું હોવાથી અહીંના આદિવાસીઓ ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે પરંતુ આ ભોળા આદીવાસીઓ ના ભોળપણ નો લાભ ઉઠાવી ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ખૂલી જાય છે પ્રજાના રક્ષક પોલીસ તેમનો જરા ફાયદો જોઈ આંખ આડા કાન કરે છે અને કેટલાય પરીવારો દારૂના નશામાં વેર વિખેર થઈ જાય છે 
      બોડેલી તાલુકાનું ચલામલી આઉટ પોસ્ટનું ખોબલા જેવાં ભીલવાણીયા ગામમાં આદીવાસીઓ ખેત મજૂરી કરી જીવન ગુજારે છે તેમાં પણ આખો દિવસ કાળી મજૂરી કરી 100 થી 200 રૂપિયા મજૂરી કમાઈ સાંજે ઘરે પહોંચતા પહેલાં જ દેશી દારૂના અડ્ડા પર પહોંચી જાય છે અને દારૂના નશામાં ઘરે જઈ મહીલાઓ ને મારઝૂડ કરતા હોય છે અને આવા કકળાટ માં આખા દિવસની કાળી મજૂરી કરવા છતાં અન્ન નો દાણો પેટમાં ન પડે તેને લઈ મહિલાઓએ ચલામલી આઉટ પોસ્ટમાં અનેકવાર રજુઆત કરવા છતાં મહીલા ઓના જણાવ્યા પ્રમાણે જમાદાર ગામમાં આવી આંટો મારી જતા રહેતા હોય છે પણ આજદિન સુધી કોઇ દારૂનો અડ્ડો બંધ થયો નથી તેમ જણાવતાં ભીલવાણીયા ગામની મહીલાઓએ તેમની સહન શક્તિ ખૂટતાં આજે રણચંડી બની બોડેલી પોલીસ સ્ટેશનમાં રજુઆત માટે દોડી આવતા પોલીસ વિસામણમાં મુકાઈ ગઈ હતી. ઘણી સમજાવટ બાદ મહિલાઓનો રોષ શાંત પડતા પોલીસે પગલાં લેવાની ખાત્રી આપતાં ઘી ના ઠામમાં ઘી ઠર્યું હતુ. મહીલાઓ નાં જણાવ્યા પ્રમાણે તેમના ભીલવાણીયા ગામમાં કેટલીય મહિલાઓ તેમના પરિવારજનોની દારૂ ના નશાની લત ના કારણે વિધવા થઈ ગઈ છે કે પરિવારો બરબાદ થઈ ગયા છે. જો પોલીસ આ દેશી દારૂના અડ્ડા બંધ નહી કરાવેતો અમે મહિલાઓ જનતા રેડ કરી દેશી દારૂના અડ્ડાઓનો નાશ કરીશું તેની તમામ જવાબદારી પોલીસ ની રહેશે હવે એ જોવું રહ્યું કે ગાંધીના ગુજરાતમાં છોટાઉદેપુર પોલીસ જાગીને કેટલા સમયમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવે છે ? કે પછી……! 

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )