જી.એસ.એફ.સી. યુનિવર્સિટી દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનું આયોજન: બે સપ્તાહના કોર્સનો શુભારંભ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જી.એસ.એફ.સી. યુનિવર્સિટી દ્વારા ૨૦૧૯-૨૦ માં પ્રથમ વર્ષમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓની નવી બેચ માટે બે અઠવાડિયાના ફાઉન્ડેશન કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સીટી તેની નૈતિક જવાબદારીના ભાગરૂપે નવા વિદ્યાર્થીઓ સાથે પરિચય કેળવવા, તેમને નવા વાતાવરણમાં અનુકૂળ થવામાં મદદ કરવા, તેમનામાં આત્મવિશ્વાસની ભાવના વધારવા, સર્જનાત્મક વ્યવસાયોની શોધખોળ કરવા અને માનસિક તથા શારીરિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવા માટે આ ફાઉન્ડેશન કોર્ષ મદદરૂપ થશે. આ ફાઉન્ડેશન કોર્ષ ઉદ્દઘાટન આજરોજ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પી. કે. તનેજા, IAS (Retd.) દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. નિખિલ ઝવેરી તથા અન્ય ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી પી. કે. તનેજા IAS (Retd.), એ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને યુનિવર્સીટી વિશે તથા તેની USP બાબતે માહિતગાર કર્યા હતા. તેમણે યુનિવર્સીટી દ્વારા અપનાવેલ એજ્યુકેશન ૪.૦, મેડિકલ કૉલેજ કોન્સેપ્ટ, ઇન્ટર્નશિપ વગેરે વિષે વિસ્તૃત માડિતી આપી હતી. ઉપરાંત કૉલજ ને વાયબ્રન્ટ કેમ્પસ બનાવવા માટે વિદ્યાર્થીઓ પ્પ્રોત્સાહિત કાર્ય હતા તથા તેમના દ્વારા શિસ્તનુ ચુસ્તપણે પાલન કરવા તથા વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત વિવિધ ક્લબો માં સહભાગી થવા અનુરાધ કર્યો હતો.
વિદ્યાર્થીઓની જરૂરિયાત, પાચલા વર્ષના અનુભવ અને મંતવ્યોને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન કોર્સની શ્રેણીમાં સતત બીજા વર્ષે આ કોર્સનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન કોર્સમાં મુલ્યો અને નીતિશાસ્ત્ર સામાજીક જાગૃતિ, યુનિવર્સીટીની આચારસંહિતા અને શિસ્ત, સર્જનાત્મકતા, પ્રાથમિક સારવાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને તંદુરસ્તી વગેરે વિષયો આવરી લેવાશે.
આ કોર્સ દરમ્યાન કેટલાક વ્યક્તિઓ જેવા કે શ્રી આઈ.પી.ગૌતમ, આઈએએસ, શ્રી નાવલાવાલા, આઈએએસ શ્રીમતી વત્સલા, આઈએએસ શ્રી અમિત ખત્રી વિગેરે અલગ અલગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )