કેવડિયા ખાતે મૂખ્યમંત્રીએ કેક્ટસ ઉદ્યાન અને પતંગિયા ઉદ્યાનના વિકાસનું પણ નિરીક્ષણ કર્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેવડિયાની એકતા નર્સરીમાં આદિવાસી ગામડાનો ઘરનો હૂબહૂ પરિવેશ ઉભો કરવામાં આવ્યો છે

સાહેબ મારી ઉંમર એંહી અને દહ થઈ..લંગોટુ પેરતો થયો ત્યારથી ડોવળું વગાડું…90 વર્ષના લોકવાદ્ય વાદક સાથે મુખ્યમંત્રીએ આત્મીયતાપૂર્વક કર્યો સંવાદ..

મુખ્યમંત્રીએ એમની ઉમર અને ક્યારથી આ વાદ્ય વગાડો છે એવો સવાલ કરતા રંગલાભાઈએ જણાવ્યું હતુ કે, સાહેબ લંગોટુ પહેરતા શીખ્યો અર્થાત સમજણો થયો ત્યારથી આ વગાડું છું. મારી ઉંમર એંહી અને દહ વરહ થઈ. મુખ્યમંત્રીએ આ લોકવાદકની કલા નિષ્ઠાને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, રંગલાભાઈ અને તેમના સાથીદારો વાંસ અને મોરના પીંછાની સજાવટથી બનતા ડોવળું વાદ્યને વગાડનારી પેઢીના છેલ્લા પ્રતિનિધિ છે. આ વાદ્ય વગાડવામાં ખૂબ તાકાત લગાડી હવા ફૂંકવી પડે છે. નવી પેઢીને એટલે આ વાજુ વગાડવામાં રસ નથી. મોટું ડોવળું લગ્ન જેવા શુભ પ્રસંગોએ અને નાનું ડોવળું ફક્ત દેવ પૂજનમાં વગાડવામાં આવે છે.
એકતા નર્સરી ખાતે વિવિધ પ્રકારના ઇનડોર અને ઓઉટડોર પ્લાન્ટ્સ ઉછેરવામાં આવ્યા છે. આ જગ્યાને આદિવાસી ગ્રામિણો માટે એમની પરંપરાગત કુશળતાઓ, ખાનપાન અને કલા-કારીગરીને રોજગારી સાથે જોડવાના મોડલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. અહીં જલ ખેતી (Hydroponics) એટલે કે માટી વગર એકલા પાણીમાં વનસ્પતિના ઉછેરની પધ્ધતિનું ખૂબ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. છાણ, માટી અને કૃષિ કચરામાંથી બનાવેલા જૈવિક કુંડા જેવા નવા અને પર્યાવરણને લાભદાયક પ્રયોગોની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. તેમણે અદભુત કહી શકાય તેવો થોરનો બગીચો એટલે કે કેક્ટસ ઉદ્યાન અને પતંગિયા ઉદ્યાનના વિકાસનું પણ નિરીક્ષણ કર્યું હતું.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )