કર્મચારીને ગ્રેચ્યુઇટી આપવાનો ઇન્કાર ન કરી શકાયઃ લેબર કોર્ટ મુંબઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


કોઇ પણ કર્મચારી માટે ગ્રેચ્યુઇટી એ સફળતાપૂર્વક પોતાની નોકરી પૂરી કરવા આપવામાં આવતું ઇનામ સમાન છે. તેથી તે તેને આપવાનો ઇન્કાર ન કરી શકાય, એમ જણાવતા શહેરની લેબર કોર્ટે બૃહદમુંબઈ ઇલેકિટ્રક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને તેના ભૂતપૂર્વ કર્મચારીને વ્યાજ સાથે ગેચ્યુઇટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બેસ્ટના ભૂતપૂર્વ બસ ઇન્સ્પેકટરે ધ કન્ટ્રોલિંગ ઓથોરિટી સમક્ષ પેમેન્ટ ઓપ ગ્રેચ્યુઇટી એકટ હેઠળ અરજી કરી હતી જેમાં ૧૯૯૦માં નોકરીમાં જોડાયા અને ગત વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત થયાના સંબંધિત દસ્તાવેજ જોડવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તેની ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવી નથી જે રૂ. નવ લાખ કરતાં વધુ છે. તેમણે બેસ્ટને આ અંગે નોટિસ આપી હોવા છતાં હજી તેને ગ્રેચ્યુઇટી આપવામાં આવી નથી. બેસ્ટે ઓથોરિટી સમક્ષ પોતાની બાજુ રજૂ કરતા કહ્યું હતું કે આ બાબત ઓથોરિટીના અધિકાર હેઠળ આવતી નથી, કારણ કે તે તેના કર્મચારીઓ માટે ખાનગી સ્કીમ હેઠળ આવે છે. આ સિવાય બેસ્ટ હાલમાં આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહી છે અને પોતાના રોજિંદા કામ પૂરા કરવા માટે પણ તેને લોન લેવી પડે છે. તેમ છતાં ગ્રેચ્યુઇટી આપવા માટે ઇનકાર ન કરતા બેસ્ટે કહ્યું હતું કે અમુક રકમ હાલમાં આપી શકાશે,પરંતુ બાકીની રકમ ફંડ ઉપલબ્ધ હશે ત્યારે આપવામાં આવશે. જજે પોતાના આદેશમાં કહ્યું હતું કે અરજદાર ઓગસ્ટ, ૨૦૧૮માં નિવૃત થયો હતો અને ચોક્કસ સમયમાં ગ્રેચ્યુઇટી ન ચૂકવવામાં આવે તો કાયદા હેઠળ વાર્ષિક દસ ટકા વ્યાજ આપવાનું ફરજિયાત છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )