ટુંક સમયમાં ઓછુ થઈ શકે છે DTH,કેબલ ટીવીનું બિલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

TRAIએ કરશે રિવ્યૂ DTH અને કેબલની સેવાઓ મોંઘી હોવાની ફરિયાદો બાદ TRAIબ્રોડકાસ્ટિંગ અને કેબલ ઈન્ડસ્ટ્રીઝના ટેરિફની ફરી સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે

જો તમે પણ તમારા કેબલ અને ડીટીએચના વધારે બિલથી પરેશાન છો તો થઈ શકે છે,ટુંક સમયમાં બિલ ઓછુ. DTH અને કેબલની સેવાઓ મોંદ્યી હોવાની ફરિયાદો બાદ TRAIએ બ્રોડકાસ્ટિંગ અને કેબલ ઈન્ડસ્ટ્રીઝના ટેરિફની ફરી સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. આના માટે ટ્રાઈએ નવું કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. જેથી બ્રોડકાસ્ટિંગ અને ટેરિફ સંબંધી પરેશાનીઓનો કોઈ હલ કાઢી શકાય. તમને જણાવી દઈએ કે, ટ્રાઈએ માર્ચ ૨૦૧૭માં નવો રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કર્યો હતો, જે ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ લાગૂ થયો. આનુ વિશ્લેષણ કરતા સામે આવ્યું કે, નવા નિયમો બાદ ચેનલની કિંમતોમાં પારદર્શિતા આવી અને સ્ટેકહોલ્ડર્સ વચ્ચે રહેલો વિવાદને ઓછો કરી શકાયો. પરંતુ ગ્રાહકોને ટીવી ચેનલ પસંદ કરવાની પર્યાપ્ત આઝાદી નથી મળી. ઓથોરિટીએ કહ્યું કે, એવુ જોવા મળ્યું છે કે, કોઈ બુકે પર ૭૦ ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહક પોતાની પસંદગીની ચેનલ નથી પસંદ કરી શકતા. ટ્રાઈએ શુક્રવારે કહ્યું કે, ટીવી ચેનલ્સના બુકે પર દ્યણા ડિસ્કાઉન્ટ હોવાના કારણે ગ્રાહકોને આઝાદીની સાથે ચેનલ પસંદ કરવા પર રોક લાગી રહી છે. જોકે, આ વર્ષે જ ટ્રાઈએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે, ટીવી ચેનલના બુકે પર ચેનલોની અલગ અલગ કિંમતના ૮૫ ટકાથી ઓછા નહી થાય. પરંતુ, સુપ્રીમ કોર્ટે આને ફગાવી દીધી હતી. ટ્રાઈએ આ અવસર પર સ્ટેકહોલ્ડર્સ ગ્રાહક અને ગ્રાહક સંસ્થાઓ, વિભિન્ન ફોર્સ, વિભિન્ન વિસ્તારો માટે એનસીએફમાં ફેરફાર, મલ્ટી ટીવી હોમ માટે એનસીએફ, લાંબા પ્લાન પર ડિસ્કાઉન્ટ,૧૦૦ ચેનલના લિસ્ટમાં ડીડી ચેનલ પર વાતચીત કરી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )