ડાંગ જિલ્લામા યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે અગત્યનું જાહેરનામુ

Spread the love

૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા એક જાહેરનામુ બહાર પાડીને, પ્રચારનો સમય પૂરો થયા પછી, મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય કાર્યકરો, પક્ષના કાર્યકરો વિગેરે સંબંધિત મતવિભાગ છોડી જાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

આ જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લામાં મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા નિચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબન્ધ ફરમાવ્યો છે. જે મુજબ,

ગેરકાયદેસર રીતે ભેગા થવા તેમજ જાહેરસભા ઓ યોજવા ઉપરપ્રતિબંધ રહેશે.

  • પ્રચારનો સમય પૂરો થયા પછી મતદારો ન હોય તેવા રાજકિય કાર્યકરો, પક્ષના કાર્યકરો વિગેરેએ મતદાર વિભાગ છોડી દેવાનો રહેશે.
  • મતદાન પૂર્ણ થવાના કલાક સાથે પૂર્ણ થતા ૪૮ કલાક દરમિયાન “ઓપિનિયન પોલ” ઉપર પ્રતિબંધ રહેશે.
  • તા.૩/૧૧/૨૦૨૦ સવારના ૬ વાગ્યાથી તા.૭/૧૧/૨૦૨૦ સાંજના ૬:૩૦ વાગ્યા સુધી “એક્ઝિટ પોલ” પર પ્રતિબંધ રહેશે.
  • ગેસ્ટ હાઉસ, હોટેલ્સ, ધર્મશાળા, રહેવાની સગવડ ધરાવતા ધાર્મિક સ્થળોએ લોકોને રાજકીય હેતુસર એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

મુનિરા શેખ, આહવા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )