ગુજરાત સરકારના મંત્રીએ જીવિત પૂર્વ મંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવીને ભાંગરો વાટયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

માંડવી તાલુકાના બિદડા ખાતે તાજેતરમાં યોજાયેલા કૃષિ મહોત્સવ અને પરિસંવાદમાં વિવાદાસ્પદ રાજ્યમંત્રી વાસણ આહીરે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અરૂણ જેટલીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. જેટલી દિલ્હીની હોસ્પિટલમાં હયાત હોવા છતાં આ રીતે અંજલિ આપી દેવાની અખબારી યાદી માહિતી વિભાગ દ્વારા પણ જારી કરી દેવાઈ હતી.
બિદડામાં યોજાયેલા ખેડૂતો માટેના કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વાહવાહીમાં ભાન ભૂલીને મંત્રી વાસણ આહીરે દેશના પૂર્વમંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેટલીની સારવાર ચાલી રહી છે તેમ છતાં તેમનું નિધન થયું હોવાનું ગણાવીને, બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
મંચસ્થ મહાનુભાવોમાં ખુદ રાજ્યમંત્રી આહીર, માંડવીના ધારાસભ્ય, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી વગેરેની હાજરીમાં કાર્યક્રમના અંતે આ તમામ ઉપરાંત ખેડૂત ભાઈ બહેનોને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના અવસાન બદલ ઊભા થઈને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રકારનો ઉલ્લેખ માહિતી વિભાગ ભુજની અખબારી યાદીમાં પણ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર મામલે વિવાદાસ્પદ મંત્રીની પ્રતિક્રિયા જાણવા માટે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )