મોદી – શાહની જોડીએ કાશ્મીરને કલમ-૩૭૦ની હથકડીમાંથી મુક્ત કરાવ્યું છે ત્યારે હવે કાશ્મીર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રીયપ્રવાહ અને વિકાસના પ્રવાહમાં જોડાવા જઇ રહ્યું છે. – ભરત પંડ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૭૦ વર્ષ પછી કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણય અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકારે દેશહિતમાં જે ઐતિહાસિક નિર્ણય લઇ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર કરી દેશની એકતા-અંડિતતાને વધુ મજબૂત બનાવી છે તે અંગેનો અભિનંદન પ્રસ્તાવ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં પસાર કરવામાં આવશે. – શ્રી ભરત પંડ્યા

શ્રી મોદી – શ્રી શાહની જોડીએ કાશ્મીરને કલમ-૩૭૦ની હથકડીમાંથી મુક્ત કરાવ્યું છે ત્યારે હવે કાશ્મીર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રીયપ્રવાહ અને વિકાસના પ્રવાહમાં જોડાવા જઇ રહ્યું છે. – શ્રી ભરત પંડ્યા
————
આવતીકાલે ૧૫મી ઓગષ્ટના રોજ ‘‘સ્વતંત્રતા દિવસ’’ નિમિત્તે સવારે ૮.૩૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય
‘‘શ્રી કમલમ્’’ કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી તેમના વરદ્હસ્તે ધ્વજવંદન કરશે. – શ્રી ભરત પંડ્યા
————
પરમ શ્રધ્ધેય શ્રી અટલ બિહારી બાજપાઇજીની પ્રથમ પૂણ્યતિથિ ૧૬મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ શ્રી અટલજીની જીવનયાત્રા-વિચારો-કવિતા-પ્રવચનો સમાવિષ્ટ સાહિત્યના વિતરણ ઉપરાંત, જનસેવાના ભાવ સાથે શ્રી અટલજીને શ્રધ્ધાંજલી આપવા માટે સફાઇ ઝુંબેશ, હોસ્પિટલોમાં ફળફળાદિ વિતરણ અને વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાશે. – શ્રી ભરત પંડ્યા
————
ભાજપાના ‘‘સંગઠન પર્વ-૨૦૧૯’’ અંતર્ગત ભાજપાના કેન્દ્રીય નેતૃત્વની સૂચના મુજબ
સપ્ટેમ્બર મહિનામાં તાલુકા/મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ/બૂથ સમિતિની રચના કરવામાં આવશે.
ઓક્ટોબર મહિનામાં જીલ્લા પ્રમુખ અને જીલ્લા સમિતિની રચના કરવામાં આવશે અને
નવેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે. – શ્રી ભરત પંડ્યા
————
ઓગષ્ટના અંત સુધી ભાજપાનું સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલુ રહેશે.
સાથે સાથે સક્રિય સભ્ય બનાવવાના કાર્યો પણ ચાલુ રહેશે. જેમાં સક્રિય સભ્ય બનવા માટે કાર્યકર્તાએ ૨૫ પ્રાથમિક સદસ્યો બનાવવાના રહેશે. – શ્રી ભરત પંડ્યા
————
ભાજપા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રીઓ તથા મુખ્ય અગ્રણીશ્રીઓની પ્રદેશકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ ના ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી દરેક ક્ષેત્ર, દરેક વર્ગ તથા દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે ઓગષ્ટના અંત સુધી આ અભિયાન ચાલુ રહેશે. સાથે સાથે સક્રિય સભ્ય બનાવવાના કાર્યો પણ ચાલુ રહેશે. જેમાં સક્રિય સભ્ય બનવા માટે કાર્યકર્તાએ ૨૫ પ્રાથમિક સદસ્યો બનાવવાના રહેશે.
શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ-સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ભાજપાના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલ સમયપત્રક અંગે અને આગામી કાર્યક્રમો અંગે આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક સભ્યો તથા સક્રિય સભ્યો બનાવવાના રહેશે. તે અંતર્ગત આગામી સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની સૂચના મુજબ તાલુકા/મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ/બૂથ સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આગામી ઓક્ટોબર મહિનામાં જીલ્લા પ્રમુખ અને જીલ્લા સમિતિની રચના કરવામાં આવશે અને આગામી નવેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે.
શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ અને સહચૂંટણી અધિકારી તરીકે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે, આગામી સમયમાં જીલ્લાસઃ ચૂંટણી અધિકારી તેમજ સહચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે.
આવતીકાલે ૧૫મી ઓગષ્ટના રોજ ‘‘સ્વતંત્રતા દિવસ’’ નિમિત્તે સવારે ૮.૩૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી તેમના વરદ્હસ્તે ધ્વજવંદન કરશે, આ પ્રસંગે ભાજપા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા સહિત ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ અગ્રણીશ્રીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૧૫મી ઓગષ્ટના રોજ ગુજરાતના તમામ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ૭૦ વર્ષ પછી કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણય અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકારે જનહિત અને દેશહિતમાં જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તે અંગેનો અભિનંદન પ્રસ્તાવ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં પસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, શ્રી મોદી-શાહની જોડીએ કાશ્મીરને કલમ-૩૭૦ની હથકડીમાંથી મુક્ત કરાવ્યું છે ત્યારે હવે કાશ્મીર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રીયપ્રવાહ અને વિકાસના પ્રવાહમાં જોડાવા જઇ રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની સરકારે આ ઐતિહાસિક નિર્ણય લઇ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર કરી દેશની એકતા-અંડિતતાને વધુ મજબૂત બનાવી છે.
પરમ શ્રધ્ધેય શ્રી અટલ બિહારી બાજપાઇજીની પ્રથમ પૂણ્યતિથિ ૧૬મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ શ્રી અટલજીની જીવનયાત્રા-વિચારો-કવિતા-પ્રવચનો સમાવિષ્ટ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જનસેવાના ભાવ સાથે શ્રી અટલજીને શ્રધ્ધાંજલી આપવા માટે સફાઇ ઝુંબેશ, હોસ્પિટલોમાં ફળફળાદિ વિતરણ અને વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યક્રમો ભાજપાના કાર્યકરો દ્વારા યોજવામાં આવશે તેમ શ્રી પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )