૮ શ્રમયોગી મહિલા લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ……

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ દ્વારા પ્રસુતિ મહિલા યોજના હેઠળ કુલ-૧૯ લાભાર્થી મહિલાઓને કુલ રૂા. ૯૫ હજારની સહાયની ચૂકવણી

રાજપીપલા ખાતે શ્રમજીવી મહિલા દિવસની થયેલી ઉજવણી

નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા સરકારી શ્રમ (ઉદ્યોગ) અધિકારીની કચેરીમાં શ્રમજીવી મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ સરકારી શ્રમ (ઉદ્યોગ) અધિકારી ડી.એમ. પારખીયા, સરકારી શ્રમ (ખેત) અધિકારી એસ.વી.વસાવા, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર ચંદનભાઇ વસાવા સહિત શ્રમયોગી લાભાર્થી મહિલાઓની ઉપસ્થિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૮ લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ અને ૧૯ લાભાર્થી મહિલાઓને રૂા. ૫ હજાર લેખે કુલ રૂા. ૯૫ હજારની સહાયની DBT દ્વારા ચૂકવણી કરાઇ હતી.
સરકારી શ્રમ (ઉદ્યોગ) અધિકારીડી.એમ. પારખીયાએ પ્રાંસગિ પ્રવચનમાં જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્રે સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં છે, ત્યારે તેનો વધુમાં વધુ લાભ લેવા શ્રમયોગી મહિલાઓને હિમાયત કરી હતી તેની સાથોસાથ મહિલાઓને લઘુતમ વેતનનાં કાયદા અંગેની સમજ આપવામાં આવી હતી અને બાળમજૂરી જેવા દૂષણોને કાયમી તિંલાજલી આપી દેવાની જરૂરીયાત પર તેમણે ખાસભાર મૂકી સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
સરકારી શ્રમ (ખેત) અધિકારી એસ.વી.વસાવાએ શ્રમિક મહિલાઓને જનધન તેમજ અટલ પેન્શન યોજના,અકસ્માત સહાય, વેઠપ્રથા અધિનિયમ અને મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓ સહિત સરકારની અન્ય યોજના વિશેની વિગતવાર માહિતીની સમજ આપી હતી.
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર ચંદનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૧૮ જેટલી વિવિધ યોજનાઓ શ્રમિકો માટે અમલમાં મુકવામાં આવી છે અને શ્રમિક બહેનોએ શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય, વૃધ્ધ પેન્શન યોજના સહાય થકી શ્રમયોગી મહિલાઓની પ્રગતિ પણ થઇ છે, ત્યારે હજી પણ શ્રમયોગી મહિલાઓએ નોંધણી કરાવવાની બાકી હોય તો તેવી મહિલાઓએ સમયસર નોંધણી કરાવીને આ યોજનાઓનો લાભ મેળવી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ૧૮૧ મહિલા અભયમના ઉર્વશીબેન ગામીત અને કૃપાલીબેન ચૌધરી દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સેવાઓ મહિલાઓને કઇ રીતે ઉપયોગી થાય છે તેની વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગનો સ્ટાફગણ અને શ્રમજીવી મહિલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સરકારી શ્રમ (ઉદ્યોગ) અધિકારી ડી.એમ. પારખીયાએ સૌને આવકારી શ્રમયોગી મહિલા દિવસની ઉજવણીની રૂપરેખા આપી હતી.

રિપોર્ટ :-જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )