રાજપીપળા નગરમાં છત્ર વિલાસ રોડ નું તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટરને ચીફ ઓફીસર દ્વારા નોટિસ ફટકારવા મા આવી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા નગરમાં છત્ર વિલાસ રોડ નું તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટરને ચીફ ઓફીસર દ્વારા નોટિસ ફટકારવા મા આવી.
વરસાદ મા ધોવાઈ ગયેલો રસ્તો જોવા આવવાનગરસેવકો ને ખુલ્લુ આમંત્રણ આપ્યુ
આ રૉડ પરથી જો ખાવાનું પચ્યું નહીં હોય તો આપોઆપ પચી જશે
રાજપીપળા છત્રવિલાસ રૉડ પર ભારે વરસાદ મા મોટા-મોટા ખાડા પડી જતા હાલાકી
નગરપાલિકા ચીફ ઓફીસર તથા નિવાસી કલેકટર ને લેખિત ફરિયાદ
કોઈ સગર્ભા બેનનુ વાહન આ રૉડ પરથી જાય તો વાહન મા ડિલિવરી થવાની રહીશોગેરંટી આપી રહયા છે
રાજપીપળા તા .14
રાજપીપળા નગરમાં ભારે વરસાદ ને કારણે ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે જેમા સૌથી બદતર હાલત છત્રવિલાસના કોલેજ રૉડ ની છે .આ રૉડ પર ભારે વરસાદ મા મોટા-મોટા ખાડા પડી જતારોડ તૂટી ગયો છે .જેને કારણે રાહદારી ઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે .રૉડ ના તાકીદે સમારકામ માટે માટે નગરપાલિકા ચીફ ઓફીસર પંડ્યા ,તથા નિવાસી કલેકટર એચ.કે.વ્યાસ ને લેખિત રહીશોએ લેખિત આવેદન આપ્યુ હતું .એટલુ જ નહીં વરસાદ મા સદંતર ધોવાઈ ગયેલો નવોરસ્તો બાંધવાની એકલેખિત અરજી આ વિસ્તારના રહીશો દ્વારા આપવામાં આવી હતી.
આ બંને અધિકારીઓ નેલેખિત રજૂઆત કરતા બે થી ત્રણ દિવસ માં કામ શરૂ કરવાની મૌખિક બાંહેધરી આપી હતી .
સાથે-સાથે આ રોડનુ તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટરને પણ ચીફ ઓફીસર દ્વારા નોટિસ ફટકારવા મા આવી છે.
આ વિસ્તાર ના રહીશોએ જણાવ્યુ છે કે આખા રાજપીપલા માં સૌથી સારા જો રસ્તા હોય, તો છત્રવિલાસ થી કાળિયાભૂત સુધીના ખાસ જોવા જેવા છે.
આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો ને જાહેર સમારંભ માં એવોર્ડ આપવો જોઈએ અને તેમને આ રસ્તો જોવા આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યુ છે .આ રસ્તાની આટલી સંભાળ માટે અને આવા ચૂંટાયેલા નગરસેવકોને બીજી વખત ચૂંટી ને પણ લાવવા જોઈએઅને આ રોડ ની એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
આ રોડ પરથી ચીફ ઓફીસર નગરપાલિકા ના પ્રમુખ, કલેકટર , તથા અન્ય લાગતા વળગતા અધિકારીઓને આ બિસ્માર રૉડ જોવાનુ ભાવભીનુ આમંત્રણ આપ્યુ છે અને જણાવ્યું છે કે આ રૉડ પરથી જો ખાવાનું પચ્યું નહીં હોય તો આપોઆપ પચી જશે.અને કોઈ સગર્ભા બેન નુ વાહન આ રૉડ પરથી જાય તો વાહન મા ડિલિવરી થવાની રહીશોગેરંટી આપી રહયા છે.
આ અંગે વોર્ડ નં.7 ના જાગૃત નાગરિક તરીકે કલેકટર જિલ્લા સેવા સદનને પત્ર લખ્યો જેમાં જણાવવામાં આવ્યું છે, કે છત્રવિલાસ તેમજ વોર્ડ નં.7 ના વિસ્તારમાં છેલ્લા દોઢ-બે વર્ષથી રસ્તામાં મોટા-મોટા ખાડા પડેલા છે મુખ્ય રસ્તા પર ઘણા વિદ્યાર્થીઓ તેમજ નાના-મોટા વાહનો ચાલકો આખો દિવસ રાત આવી રહ્યા કરે છે. જેમાં રોજ ગામડાંઓમાંથી ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સ તથા રાજપીપળાની અન્ય સરકારી કચેરીઓના અધિકારીઓ તથા નગરપાલિકાના અધિકારીઓ તેમજ અમારા વોર્ડ નં.7ના અમારા જેવી વ્યક્તિઓ ચૂંટાયેલા સદસ્યો અહીં રહે છે અને આવ-જાવ કરે છે પણ તેઓ આંખે પાટા અને કાનમાં ડટટા લગાડે છે જેથી તેઓ અમારા જેવા રહીશો રાહદારીઓની દેખાતી નથી કે સંભળાતી નથી.
તેથી આપને જણાવવાનું કે તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવી આપશો કે ફક્ત છારી કે કપચી માટી નાખીને ખાડાઓ નું પૂર્ણ કરાવો આપ દ્વારા 10 દિવસમાં રોડ બનાવી આપવામાં નહીં. આપો તો અમો આ રોડ ને બંને બાજુએથી આવવા-જવા માટે બંધ કરી દઇશું અને ત્યારે જ ખોલી શું જ્યારે આ રસ્તો બનશે આ અમારી ધમકી નથી, પણ નાછૂટકે વેદના ઠાલવીએ છે.
અમારા દ્વારા ચૂંટાયેલા સદસ્યો મારી લાગણીને સમજી શક્યા નથી પણ આપ સમજનો અને વહેલી તકે રોડ બનાવશો એવી અભ્યર્થના સાથે સહકાર આપશો.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )