કતલ કરવા માટે ગાય વાછરડા ભરીને લઈ જવાતી બોલેરો પીક અપ ગાડી વસરાવી રતોલા માર્ગ ઉપર પલ્ટી મારી ગઈ…

Spread the love

એક ગાય એક વાછરડા મોત… ચાલક વાહન મૂકીને ભાગી છૂટયો… દીણોદ ગામેથી ગાયોને લઈ જવામાં આવી હતી..

માંગરોલ, દેગડીયા — કતલ કરવાના ઇરાદે ગાય વાછરડા ભરી ને લઈ જવાતી બોલેરો પીક અપ ગાડી માંગરોળના વસરાવી રતોલા માર્ગ પર પલ્ટી મારી જતા ઘટના સ્થળે એક ગાય એક વાછરડાનું મોત નીપજ્યું હતું જ્યારે આ ગાડીનો ચાલક વાહન મૂકીને ફરાર થઇ ગયો હતો પોલીસે 3,55,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો
રાત્રી દરમિયાન માંગરોળ પોલીસ મથકનાં પી એસ આઈ પરેશ એચ નાયીને બાતમી મળી કે વસરાવી થી રતોલા જતાં માર્ગ ઉપર રતોલા ગામની સીમમાં ગાયો ભરેલી પીકઅપ ગાડી પલ્ટી ગયેલી છે.આ બાતમીના આધારે પી એસ આઈ પરેશ નાયી, અમૃત ધનજી,અનીલકુમાર દિવાનસિંહ વગેરેની ટીમ બાતમી વાળા સ્થળે પોહચતા સફેદ કલરની બલેરો પીકઅપ પલ્ટી મારેલી હાલતમાં રતોલા ગામની સીમમાં થી મળી આવી હતી.જેનો નંબર GJ.23.X.4496 છે.જેને ચેક કરતાં 7 ગાય 2 વાછરડા જેમાંથી 1 ગાય 1 વાછરડું મરણ ગયેલ હતું તેમજ અન્ય ગાયની એકબીજા ના પગ  સાથે દોરડા બાંધેલા હતા.આ ગોવંશોને કતલ માટે લઈ જવાઇ રહ્યા હતા.આ અંગે માંગરોળના પશુચિકતશકને  જાણ કરી સ્થળ ઉપર બોલાવતાં મરણ પામેલા બે જાનવરોનું પી એમ કરાવવામાં આવ્યું હતું.જ્યારે અન્ય જાનવરોને ઓછી વતી ઇજાઓ થવા પામી હતી.જેને  સારવાર  આપવામાં આવી હતી.6 ગાયો કિંમત રૂ, 60000 અને 1 વાછરડા કીંમત 5000 હજાર રૂપિયા પીકઅપ ની કિંમત ત્રણ લાખ મળી કુલ રૂ.3,65,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ પીકઅપ ના ચાલક સામે ગુનો દાખલ કરેલ છે.પીકઅપ માંથી એક  વેચાણ દસ્તાવેજ મળી આવ્યો છે.જેમાં વેચાણ લેનાર યાકુબ આલમ મુલતાની,હાલ રહેવાસી બારડોલી મૂળ રહેવાસી ઝંખવાવ તથા વેચાણ આપનાર બીપીન અમરસિંગ વસાવા, રહેવાસી  દિણોદ તાલુકા માંગરોળ લખેલું છે.  તપાસ એ એસ આઈ જયપાલસિંહ મનુભાઈ ચલાવી રહ્યા

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )