નાંદોદ તાલુકાની હાડી ઢોચકી ગામે બનાવેલ તળાવ તૂટ્યું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નાંદોદ તાલુકાની હાડી ઢોચકી ગામે બનાવેલ તળાવ તૂટ્યું.

ભારે વરસાદમાં તળાવ ભરાઈ જતા તળાવમાંથી પાણી બહાર આવે ગામ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા.

તળાવનો રસ્તો પણ તૂટ્યો,

મસમોટા ગાબડામાંથી પણ તળાવનું પાણી બહાર આવતા ભારે નુકસાનની ભીતિ.

તાત્કાલિક તળાવના બહાર આવતા પાણી બંધ કરી સમારકામ કરવાની ગ્રામજનોની માંગ.

રાજપીપળા, તા.13

નર્મદામાં છેલ્લા 10-12 દિવસથી ભારે વરસાદને કારણે ગામના મપોટા તળવો ભરાઈ ગયા છે, કેટલાક ઓવરફ્લો થયા છે, કેટલાક તળાવો ફાટયા છે, નર્મદા માં આવા 10થી વધુ તળાવો ફાટતાં ભારે નુકસાન થયાના અહેવાલ છે.
જેમાં નાંદોદ તાલુકાના હાંડી ઢોચકી ગામે બનાવેલ તળાવ ભારે વરસાદમાં તૂટી ગયું છે, ભારે વરસાદમાં તળાવ ભરાઈ જતા તળાવમાંથી પાણી બહાર આવવા માંડ્યું છે અને ગામમાં અને ખેતરોમાં તળાવના પાણી ફરી વળ્યા છે. વધુમાં તળાવનો રસ્તો પણ તૂટી ગયો છે તેમાં પણ મસમોટો ગાબડા પડવાથી તેમાંથી પણ તળાવનું પાણી બહાર આવતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હજી વરસાદમાં ઓવરફ્લો થયેલા તળાવનું પાણી અને તળાવ બચાવવા તાત્કાલિક અસરથી તળાવના બહાર આવતા પાણીને બંધ કરી સમારકામ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે. સત્વરે કામ નહીં કરાય તો તળાવ ખાલી થઈ જશે અને તળાવના પાણી ગામમાં ખેતરોમાં ફરી વળશે તો ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી રહ્યા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )