બોડેલી મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર દેશ મા મુસ્લિમ બિરાદરો બકરી ઇદ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નગરમાં પણ શાનદાર તરીકા થી ઇદુલઅદહા એટલે કે બકરીઈદની ઉજવણી કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી દેશ માં અમન અને સુખ શાંતિ બની રહે અને સારા વરસાદ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.

ત્યાગ અને બલિદાન ના પર્વ તરીકે મનાવવામાં આવતી ઇદુલઅદહા એટલે બકરી ઈદ ના નામે જાણીતી ઈદ છોટાઉદેપુર જીલ્લામાં મનાવાઈ હતી .સવાર ના ૮.૦૦ વાગ્યા ના અરસામાં ઈદ ની ખાસ નમાઝ અદા કરવાની હોય બોડેલીની મસ્જિદો માં લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી ઇદની નમાઝ અદા કરી હતી
ઇદ ની નમાઝ બાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ બની રહે તે માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો એ ઇદની નમાઝ અદા કરી એક બિજાને ઈદ મુબારક સાથે શુભેચ્છા પાઠવી હતી
જામા મસ્જીદ – બોડેલી , મસ્જીદે એહમદી અલીપુરા , મેમણ મસ્જીદ- રામનગર, દારૂલ ઉલુમ- કુબેરનગર , તેમજ મરકજ મસ્જીદ- બોડેલીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની નમાઝ બાદ કુરબાની ની રશમ અદા કરી હતી
બોડેલીમાં ઈદની નમાઝ દરમિયાન બોડેલી ની તમામ મસ્જીદોમાં નમાઝીઓ ની ભારે ભીડ જોવા મળી હતી વોટ્સેપ,ફેસબુક વગેરે સોશિયલ મીડિયા ધ્વારા પણ હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છા પાઠવવા નો દોર સવારથી જ શરૂ થઈ ગયો હતો.
આમ, બોડેલી નગરમાં પ્રતિવર્ષની જેમ જ ખુબ જ શાંતિ ભર્યા માહોલ વચ્ચે બકરી ઈદની ઉજવણી સંપન્ન થઈ હતી
પરેશ ભાવસાર : બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )