નેત્રંગના ખરાઠા ગામે સાળા-બનેવીને ઢોર માર માયૉ,જાનથી મારી નાખવાની ધમકી આપી.

Spread the love
  • માથાના ભાગે લાકડીના સપાટા વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ વડોદરા સારવાર અથૅ ખસેડાયો,
  • પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી,

નેત્રંગના ખરાઠા ગામે સાળા-બનેવીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પો.સ્ટેશનમાં પહોંચ્યો હતો,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામે નાની બાળકીની છઠ્ઠીની પુજા બાબતની પારીવારિક લડાઈએ હિંસક સ્વરૂપ ધારણ કરી દીધું હતું,જેમાં ખરાઠા ગામના પ્રહલાદ ચુનીલાલ વસાવા (ઉ.26) અને જીતેન્દ્ર રમણલાલ વસાવા (ઉ.૩૦) રાત્રીના સમયે પાનગલ્લાથી ઘરે પરત ફરતાં હતા,જે દરમ્યાન ખરાઠા ગામના જ ભરતભાઇ મોતીભાઇ વસાવા અને કમલેશભાઇ રતનભાઇ વસાવાએ

જીતેન્દ્ર રમણલાલ વસાવા ઉપર લાકડાની સપાટા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં રીતે નાક,કાન અને મોઢાના ભાગેથી લોહી નિકળતા બેહોશ થઇને જમીન ઉપર ઢળી પડ્યા હતા,તેને છોડાવવા પ્રહલાદ ચુનીલાલ વસાવા વચ્ચે પડતાં બંને ઇસમોએ ઉશ્કેરાતમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લાકડાની બે સપાટા જમણા પગની જાંગ ઉપર મારી ઢીકા પાટુનો માર માી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી,માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર,ભરૂચ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર અથૅ વડોદરા ખસેડવામાં આવ્યા હતા,મારામારીને બનાવના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા,નેત્રંગ પોલીસે ઘટનાની ગંભીરતા જાણી બંને ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી હતી.

  • ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )